પંચમહાલ: 1 ઓગસ્ટ
નારી વંદન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત ફેડરેશન હોલ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતતા સેમીનાર, કાયદાકીય બાબતો જેવી કે સાયબર ગુના, શી ટીમ તથા ૧૮૧ અભયમ ટીમની કામગીરી તથા સુરક્ષા સેતુ દ્વારા સ્વ બચાવ નિદર્શન અને પંચાયતી રાજને લગતી બાબતોની સબંધીત અધિકારીગણ દ્વારા મહિલાઓને માહિતી આપવામાં આવી હતી તથા વ્હાલી દીકરી યોજના અંતર્ગત વિવિધ મહાનુભાવોના હસ્તે મહિલાઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કુ. કામિનીબેન સોલંકીએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય બાબતે વિવિધ યોજનાઓ ચાલે છે તેનો લાભ લેવા તેમણે ઉપસ્થિત મહિલાઓને આહવાન કર્યું હતું. તેમણે બહેનોને કહ્યું કે તમારી ફરજ કર્તવ્યનિષ્ઠા થકી સમાજમાં સ્વમાનભેર જીવન જીવવા અને પોતાના પરિવારને યોગ્ય શિક્ષણ આપવા જણાવ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે જીવન સબંધીત કોઈપણ પ્રશ્ન હોય તો હારવાની જરૂર નથી. આત્મહત્યા વિશે કહ્યું કે આત્મહત્યાં એ છેલ્લો વિકલ્પ નથી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આજે મહિલાઓને વિશેષ સ્થાન મળ્યું છે. આજે દેશના અગ્રીમ સ્થાનો પર મહિલાઓ બિરાજમાન છે.
આ પ્રસંગે વકીલ શ્રી ગૌરીબેન જોશી અને હિતેશભાઈ મોદી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ બાબતે મહિલાઓના અધિકાર બાબતે અને તેના નિરાકરણ બાબતે ઉપસ્થિત મહિલાઓને માહિતગાર કર્યા હતા. ૧૮૧ અભયમ ટીમની કામગીરી બાબતે શ્રી પારૂલબેન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આજના આ પ્રસંગે મહિલા બાળ વિકાસ અધિકારી શ્રી રોહનભાઈ ચૌધરી, દહેજ પ્રબંધક અધિકારીશ્રી કિરણબેન તરાળ સહિત વિવિધ અધિકારીગણ/મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.