ભુજ : 30 જુલાઈ
રાજ્યભરમાં ગૌધન,ગૌ વંશમાં લંપી વાયરસ ફેલાવવાથી ગાયોનો મરણ આંક વધી રહ્યો છે ત્યારે તેની ચિંતા સેવતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના જાગૃત સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતના પશુ ધનમાં લંપી વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેમાં પણ પાંચ લાખ ૩૪ હજાર જેવું ગૌધન કચ્છમાં છે 1,50,000 પશુધનને બચાવવા માટે રસીકરણ થયેલ છે હાલમાં 70 થી 72 ટીમ અને સ્વયંસેવકો રાઉન્ડ ક્લોક સેવા આપે છે ત્યારે આ બાબતે કોર કમિટી બેઠકમાં પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાજપના અધ્યક્ષ શ્રી આર પાટીલ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના ને રજૂઆત કરવામાં આવી છે ગાયોનો રસીકરણ ઝડપી થાય તે માટે તબીબી ટીમ 70 થી વધારી 150 જેવી થાય વધુને વધુ પશુ વાહનની પણ આવશ્યકતા છે પશુપાલકો,પ્રતિનિધિઓ ગૌશાળાના સંચાલકોની રજૂઆતો ને ધ્યાને લઈ આજે પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની પત્ર લખી પરિસ્થિતિ દર્શાવી છે વધુ તબીબી ટિમો 100% રસીકરણ, જનજાગૃતિ અને સાવચેતીના પગલા ગ્રામ્ય વિસ્તાર સુધી પ્રચાર પ્રસાર થાય જેથી વધુ પશુઓને આ વાયરસ થી બચાવી શકાય તેમ છે