અંબાજી : 29 જુલાઈ
કોંગ્રેસ ના અધિરરંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ ને રાષ્ટ્રપત્નિ કહેતા મામલો ગરમાયો, સમગ્ર દેશ માં કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો શરૂ……
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાજપ ના કાર્યકર્તાઓ,મહિલા મોરચા,યુવા મોરચા અને અનુસૂચિત જનજાતિ, દ્વારા કોંગ્રેસ પક્ષ ના કેબિનેટ મંત્રી અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ માટે કઠપૂતળી અને રાષ્ટ્રપત્નિ જેવા શબ્દો વાપરી તેમના અપમાન બદલ સમગ્ર દેશ તેમજ રાજ્ય ભર માં કોંગ્રેસ ના સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી વિરુદ્ધ દેખાવો શરૂ કરવામાં આવ્યા છે .
આદિવાસી જનજાતિ ની મહિલા ને રાષ્ટ્રપતિ નું પદ મળ્યા બાદ સમગ્ર દેશ ભર ના આદિવાસી જનજાતિ ના લોકો માં આનંદ છવાયો હતો પરંતુ કોંગ્રેસ પક્ષ ના નેતા દ્વારા દેશ ના સર્વોચ્ચ પદ ને મેળવેલ દ્રૌપદી મુરમુ વિરદ્ધ હલકા શબ્દો ના પ્રયોગ ને લીધે સમગ્ર દેશ માં કોંગ્રેસ ના સોનિયા ગાંધી અને તેમની પાર્ટી ના નેતા અધીર રંજન ચૌધરી સામે નારાજગી વ્યક્ત કરી હતી સાથે માફી ની માંગ કરાઇ છે. કોંગ્રેસી નેતાઓ દ્વારા અવાર નવાર ભાજપ વિરદ્ધ હલકા શબ્દો ના બેફામ પ્રયોગ ને લીધે સાંસદ માં પણ શબ્દ વપરાશ અંગે જાહેરનામું બહાર પડાયું હતું.ત્યારે દેશ ના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ ના પદ ની , એક મહિલા ના સમ્માન ની ગરિમા ને લજાડનાર કોંગ્રેસી કેબિનેટ મંત્રી ના નિવેદન ને લીધે અનુસૂચિત જનજાતિ ના લોકો માં રોષ ભરાયો છે . ત્યારે અંબાજી ખાતે પણ ભાજપ મહિલા મોરચા , અનુસૂચિત જનજાતિ મોરચા, યુવા મોરચા અને તમામ ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ દ્વારા ડી.કે સર્કલ આગળ ભેગા થઇ ને કોંગ્રેસ ,સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી વિરદ્ધ દેખાવો કરી રાષ્ટ્રપતિ નું અપમાન નહિ ચલાવી લેવાય અને સોનીયા ગાંધી માફી માંગે જેવા લખાણ અને ઉચ્ચાર સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર ભાજપ દ્વારા કોંગ્રેસી નેતાના નિવેદન ને સખત રીતે વખોડવામાં આવ્યા હતા.