કચ્છ : 29 જુલાઈ
ગાંધીધામના રામલીલા મેદાન ખાતે લંપીરોગથી પીડાતી ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.આ તકે ગૌ સેવક અને ઉધોગપતિ બાબુભાઇ ભીમાભાઈ હૂંબલએ મુલાકાત લઈને તમામ મદદની તૈયારી દર્શાવી હતી. ગાયોની લંપી બીમારીમાં ઉધોગપતિ બાબુભાઇ ભીમાભાઈ હૂંબલ આગળ આવ્યા. એક મહિનાથી ટિમ દ્વારા દવાઓ તેમજ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે
ગાયોમાં જ્યારે લંપી વાયરસનો ચેપ જોવા મળી રહ્યો છે ત્યારે જાણીતા ઉધોગપતિ બાબુભાઇ ભીમાભાઈ હૂંબલ આગળ આવ્યા છે
છેલ્લા એક મહિનાથી જ્યાં પણ લંપીથી બીમાર ગાયો હોય તેઓને સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે..
કચ્છના અંજાર,ગાંધીધામ,ભચાઉ,રાપર,માંડવી, મુન્દ્રા,અબડાસા,લખપત, ભુજ તાલુકા વિસ્તારમાં જયા પણ ગાયોના સારવાર માટે દવાની જરૂરિયાત અથવા દેશી દવા બનાવવા માટે કોઇ પણ વસ્તુઓની જરૂરીયાત હોય તેઓને ટિમ દ્વારા પહોંચાડવામાં આવી છે
લંપી બીમારીમાં ગાયો સ્વસ્થ થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે જે એક નોંધનીય બાબત કહી શકાય તેમ છે
ગૌ સેવક બાબુભાઇ ભીમાભાઈ હૂંબલની સેવાને દિલથી વંદન.