હળવદ : 29 જુલાઈ
હળવદ બ્રેકીંગ,તા-૨૯-શુક્રવાર/હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં દેશી દારૂનો ધંધાઓ કરતા શખ્સો પર હળવદ પોલીસ તૂટી પડી છે અને અત્યાર સુધીમાં જુદા જુદા 13 જેટલા કેસ કરવામાં આવ્યા છે.
શહેર અને ગ્રામ્ય પંથકમાં દેશી દારૂની બદીને ડામવા હળવદ પીઆઇ એમ.વી પટેલના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી આઠ જગ્યા ઉપર રેડ કરી દારૂ સાથે આરોપીઓને ઝડપી લેવાયા છે સાથે જ દારૂ પી છાટકા બનેલા ત્રણ તેમજ બે આથા સાથે તેમજ દેશી દારૂ સાથે સંકળાયેલા 15 થી વધુ બુટલેગરોને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ અગાઉ જે લોકો દારૂ વેચતા ઝડપાયા છે તેઓને પણ પ્રોહી-૯૩ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.