હળવદ : 29 જુલાઈ
સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત સરકાર,
ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ તથા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા
ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ
દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) દ્વારા
શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સહયોગથી હળવદ તાલુકો હળવદ જિલ્લો મોરબી ખાતે ઉદ્યોગસાહસિકતાના ઉદ્યોગસાહસિકતા જાગૃતતા વિષય પર એક દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૬ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમના વિષયની સંક્ષિપ્ત માહિતી :
દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) અંતગર્ત ઉધ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતીય ઉધ્યોગમિતા વિકાસ (EDII) એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ,સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમના સહયોગથી ઇન્સ્ટિટ્યૂટમાં દિવ્યાંગ્જન સશક્તિકરણ કેન્દ્ર(સેડા) ની સ્થાપના કરી છે.દિવ્યાંગો વચ્ચે ઉધ્યોગ સાહસિકતા ,રોજગારી અને આજીવિકાની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે આ સેંટરની સ્થાપના કરાઇ છે.આ પ્રોજેક્ટનો ઉદેશ્ય ક્ષમતા નિર્માણ અને તાલીમ દ્વારા દિવ્યાંગોની ઉધ્યોગસાહસિકતા ની પ્રતિભાઓને બહાર લાવવાનો છે,જેથી એન્ટપ્રાઈજ નિર્માણ, રોજગારી અને આજીવિકાનો ટકાઉ વિકલ્પો સુનિશ્ચિત કરી શકાય આ અંતગર્ત શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ કેમ્પસમાં આજરોજ એક દિવસીય ઉધ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામમાં હળવદ અને આજુબાજુ ના વિસ્તારના 40 દિવ્યાંગો એ ભાગ લીધો હતો આ તાલીમમાં ખાસ ઉપસ્થિત રહેનાર ડો.માલમપરા સાહેબ, રોટરી ક્લબ ઓફ હળવદ ના રાજેન્દ્રસિંહ રાણા, ઉધ્યોગ સાહસિકતા ના ક્ષેત્રે ઘણા વર્ષોથી તાલીમ આપતા પ્રફુલભાઈ પટેલ તથા રમેશભાઈ મોરી એ તાલીમાર્થીઓને ઔધોગિક ક્ષેત્રેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ દિવ્યાગોમાં ઉધ્યોગ સાહસિકતા વિકસાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આગામી સમયમાં કચ્છ અને મોરબી જીલ્લાના વિવિધ તાલુકાઓમાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા સાત પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે.
જેમાં મુખ્ય અતિથિ તરીકે
ડો.માલમપરા સાહેબ, રોટરી ક્લબ ઓફ હળવદ ના રાજેન્દ્રસિંહ રાણા, ઉધ્યોગ સાહસિકતા ના ક્ષેત્રે ઘણા વર્ષોથી તાલીમ આપતા પ્રફુલભાઈ પટેલ તથા રમેશભાઈ મોરી હાજર રહ્યા હતા.