કચ્છ : 29 જુલાઈ
લંપિ વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર કચ્છના મુન્દ્રા તાલુકાના ગામોમાં આવ્યા હતા
લંપી વાયરસનાં બેકાબુ સંક્રમણ અને ગુજરાતની ભાજપ સરકારની અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્રની નિષ્ફળતાના પરિણામે હજારો ગૌમાતા,ગૌવંશનાં મૃત્યુ થયેલ છે આ બાબતે
અસરગ્રસ્ત પશુંપાલકોનાં દુઃખદર્દ માં સહભાગી થવા,તકલીફો જાણવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કચ્છ મુલાકાતે આવ્યા હતા
તેઓએ પ્રાગપર અહિંસાધામ,ભુજપુર પાંગળાપોળ,કારાઘોઘા, જરપરા,બિદડા, સહિતના ગામોની મુલાકાત લીધી હતી
ભુજપુર પાંગળાપોડમાં બીમાર પશુઓને જોઈને રડી પડ્યા હતા.
સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પશુઓ માટે માનવીય અભિગમ દાખવે તેમજ પશુપાલકોને બનતી મદદ કરે તેમ તેઓએ જણાવ્યું હતું
લંપી વાયરસ અસરગ્રસ્ત વિસ્તારોનાં ગૌપાલકોની મુલાકાત જગદીશ ઠાકોરે કરી હતી, આ પ્રવાસ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા,અરજણભાઈ ભુડિયા,દિપક ડાંગર,ગનીભાઈ કુંભાર,રમેશ વોરા,મુકેશ ગોર,પી.સી.ગઢવી,રામદેવસિંહ જાડેજા,કપિલભાઈ કેશરીયા,સલીમભાઈ જત,રમેશ ગરવા, જોડાયા હતા