અંબાજી : 29 જુલાઈ
એક માસ અગાઉ થયેલ ચોરી ના વાસણો અને લોડીંગ રિક્ષા મળી ₹ ૧,૦૭,૦૦૦/- ની કિંમત નો મુદ્દામાલ ઝડપાયો……
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલ શક્તિ આશ્રમ યોગાશ્રામમાં એક માસ અગાઉ ચોરી નો બનાવ બનેલ હતો જેમાં વાસણો સહિત લોડીંગ રિક્ષા ની ચોરી થયેલ હતી.જે બાબતે ચોરી નો કેસ દાખલ થયેલ હતો અને શોધ – ખોળ ચાલુ હતી.
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માં એલ.સી.બી સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન માં ખાનગી રાહે મળેલ બાતમી મુજબ એક માસ અગાઉ શક્તિઆશ્રમ યોગશ્રમ માં થયેલ ચોરી ના વાસણો જે લોડીંગ રિક્ષા નં. GJ.08.AT.1262 વાળી માં અશોક બાબુભાઈ બજાણિયા રહે .ગબ્બર રોડ અંબાજી તથા પ્રકાશ ઉર્ફે બકો કાનાભાઈ ડુંગાસીયા રહે .કુંભારીયા દાંતાવાળા ઓ શક્તિ આશ્રમ યોગાશ્રમ માંથી વાસણો ચોરી કરી ને ,ચોરી નો માલ અંબાજી થી દાંતા તરફ વેચવા માટે જનાર છે જે આધારે કાળીદાસ મિસ્ત્રી ભવન અંબાજી ,દાંતા રોડ પર વોચ માં હતા.દરમિયાન માં આ નંબર વાળી રિક્ષા આવતા તેને રોકી તેમાં અલગ અલગ જાત ના વાસણો ભરેલ હોઇ તે બાબતે યુક્તિ – પ્રયુક્તિ પૂર્વક પૂછ પરછ કરતા રિક્ષા સાથે મળી આવેલ બન્ને ઈસમો દ્વારા જણાવેલ કે, એ બન્ને લોકો એ ભેગામળી ને ૨૦ દિવસ પહેલા શક્તિ આશ્રમ યોગાશ્રમ્ પ્રજાપતિ ભુવન સામે થી રાત્રિ ના સમયે ચોરી કરી ને લાવેલ તે વાસણો છે .જે વાસણો જોતા તેમાંથી
૧) પિત્તળ ના તપેલા નંગ -૦૭ કિંમત રૂ. ૪૨,૦૦૦/-
૨)પિત્તળ ની ડોલ નંગ -૦૫ કિંમત રૂ.
૭,૫૦૦/-
૩)ફૂલદાની નંગ -૦૧ કિંમત રૂ.૧૦૦૦/-
૪)ઘડો નંગ – ૦૧ કિંમત રૂ. ૫૦૦/-
૫) ચારણી નંગ -૦૧ કિંમત રૂ.૨૦૦/-
૬) ડબ્બા નંગ -૦૨ કિંમત રૂ.૧૦૦૦/-
૭)વાટકી નંગ -૦૧ કિંમત રૂ.૫૦/-
૮) થાળ નંગ -૦૨ કિંમત રૂ.૧૦૦૦/-
૯) ઢાંકણ નંગ -૦૩ કિંમત રૂ.૧૫૦/-
૧૦) કમંડળ નંગ -૦૧ કિંમત રૂ.૫૦૦/-
૧૧) પવાલી નંગ -૦૧ કિંમત રૂ.૩૦૦૦/-
૧૨) વાડી નંગ -૦૧ કિંમત રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૫૭,૯૦૦/- અને અતુલ લોડીંગ રિક્ષા GJ.08.AT.1262 કિંમત રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૧,૦૭,૦૦૦ નો સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મળી આવેલ અશોક બાબુભાઈ બજાણિયા રહે. ગબ્બર રોડ અંબાજી અને પ્રકાશ ઉર્ફે બકા કાના ભાઈ ડુંગાસિયા રહે.કુંભારીયા વાળા પર સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી મુજબ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે .
બાતમી મેળવનાર
PC ઈશ્વર ભાઈ ભીખાભાઈ
કામગીરી કરનાર એલ.સી.બી પોલીસ સ્ટાફ ની વિગત
૧)ASI નરપતસિંહ શિવુભા
૨)HC નરેશભાઈ લક્ષ્મણભાઈ
૩)HC મહેશભાઈ સરદારભાઈ
૪)HC દિગ્વિજયસિંહ રામસિંહ
૫)PC ઈશ્વરભાઈ પુનમાજી
૬)PC દિનેશભાઈ લક્ષમણ ભાઈ