પાટણ : 29 જુલાઈ
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન ની હદમાં સગીર યુવતીનુ અપહરણ કરનાર આરોપી ને એક માસ બાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલ આરોપીને મેડિકલ ચેકઅપ માટે રાત્રિના સમયે વારાહી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસને ચકમો આપી આરોપી ફરાર થઈ જતા પોલીસની બેદરકારી સામે આવી હતી.
અપહરણનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયાની જાણ વારાહી પીએસઆઇને થતા પીએસઆઇ કાફલા સાથે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાની સાખ બચાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. કલાકો બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહેતા જિલ્લા પોલીસવાડા દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતુ.