પાટણ : 29 જુલાઈ
પાટણ શહેરના રાજકાવાડાથી કાલીબજાર ,ખલકપરા અને લોટેશ્વર સુધીના વેપારીઓએ ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં બિસ્માર માર્ગ અને ગટર ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત બની ચક્કાજામ કરી ધંધા રોજગાર બંધ કરી નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો તથા સ્થાનિકોએ ભાજપના શાસન કરતાઓ સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરી સૂત્રોચારો કર્યા હતા.
પાટણ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટી સમગ્ર શહેર ખાડા નગરીમાં ફેરવાયું છે મુખ્ય માર્ગે કમર તોડ બન્યા છે તો બીજી તરફ ચારે બાજુ ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાથી પણ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે પાટણના રાજકાવાળા ચોકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાય છે અને તેનું દૂષિત પાણી જાહેર માર્ગો ઉપર રેલાય છે આ પાણી રાજકાવાળા થી ખાન સરોવર સુધીના કમર તોડ બિસ્માર બનેલા માર્ગના ખાડાઓમાં ભરાઈ રહેતા તેની દુર્ગંધથી વ્યાપારીઓ વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે આ સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિક વ્યાપારીઓ દ્વારા નગરપાલિકાના શાસન કર્તાઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં નહીં ભરાતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને સ્થળ મુલાકાત માટે બોલાવ્યા હતા આ સમયે લોટેશ્વર રાજકાવાળા ના વેપારીઓ અને સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં એકઠા થઈ મુખ્ય માર્ગ ઉપર ચક્કાજામ કર્યું હતું તો લોટેશ્વર થી ખાન સરોવર સુધીના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરી નગરપાલિકા તાકીદે ઉભરાતી ભૂગર્ભ ગટરો અને રાજકાવાળા થી ખાન સરોવર સુધીના માર્ગના ખાડા ખૈયા પુરવા માંગ બુલંદ કરી હતી.
સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા કરાયેલી વિરોધ પ્રદર્શનના સમાચાર નગરપાલિકાના સત્તા દેશોને કારણે પડતા ભૂગર્ભ શાખાના કોન્ટ્રાક્ટર,કર્મચારીઓ જેસીબી મશીન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગટનનું ખોદકામ કરી સમસ્યા ઉકેલવા કામગીરી હાથ ધરી હતી