આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ , આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ તથા આણંદ જિલ્લા એન.એસ.યુ.આઈ. તથા આણંદ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજરોજ ગુજરાતના વિદ્યાર્થીઓ ને જે હેડકલાર્ક ના પેપર હોય , પોલીસ ની ભરતી ના પેપર હોય એવા ઘણા ટાઇમ થી ગુજરાત ની ભાજપ સરકારની મીલીભગત અને નિષ્કાળજી ને કારણે તથા જે લોકો પેપર ફોડે છે જે આવા ગુનાહિત કૃત્ય કરે છે તેમને છાવરવાનું કામ ભાજપ સરકાર કરતી હોય તેવું લાગી રહ્યું છે અને નાના માણસો ને પકડી મુખ્ય સૂત્રોધારો ને સરકાર પકડી રહી નથી . આને કારણે લાખો વિદ્યાર્થી ઓની મેહનત પર પાણી ફરી વળે છે અને ગુજરાત ના લાખો વિદ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ભાજપ સરકાર ચેડાં કરી રહી છે તો આવા વિદ્યાર્થીઓ અને તેમના કુટુંબના સમર્થનમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેસન દ્વારા વિદ્યાર્થીઓના ન્યાય મળે અને જે મુખ્ય આરોપીઓ છે તેની ધરપકડ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ સાથે ધારણા કરવામાં આવ્યા. સાથે ગુજરાત ભાજપ સરકાર ગૌણ સેવા પસંદગીના ના ચેરમેન અસિત વોહરા નું રાજીનામું કરવામાં આવે સાથે જે લોકો ની મીલીભગત છે તેમને પકડી સખત સજા કરવામાં આવે અને હાઈકોર્ટ ના સેટિંગ જરજ ની નિગરાની માં આખા પેપર ફોડ કૌભાંડ ની તપાસ કરવામાં આવે અને સાથે જે વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે તેમને જ્યારે નવી પરીક્ષાની તારીખ નક્કી કરવા માં આવે ત્યારે તેમને રહવા જમવા સાથે ટ્રાવેલિંગ ખર્ચ આપવામાં આવે અને વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવે અને જો ઉપર મુજબ સરકાર પગલાં નઈ લે તો ગુજરાત કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યું.આઇ દ્વારા ગાંધી ચિધ્યાં માર્ગે વિદ્યાર્થીઓને સાથે લઈ વિદ્યાર્થી હિત માં આંદોલન કરવામાં આવશે.
આ કાર્યક્રમ માં આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, આણંદ જીલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ ના પ્રમુખ કપિલાબેન ચાવડા, યુથ કોંગ્રેસ ના નેશનલ સચિવ ડો પલક વર્મા , આણંદ જીલ્લા કોંગ્રેસ મીડિયા સેલ ના પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ ચાવડા, આણંદ જીલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખશ્રી ચિરાગ પરમાર, ગુજરાત કોંગ્રેસ ના પ્રતિનિધિ ભુગ્રજસિંહ , ગોપાલસિંહ , આણંદ જીલ્લા કોંગ્રેસ યુથ કોંગ્રેસ ના પૂ. પ્રમુખ સાવજસિંહ ગોહિલ, ગુજરાત યુથ કોંગ્રેસ ના પૂ. મહામંત્રી અલ્પેશ પુરોહિત , આણંદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ અલ્પેશ પઢિયાર , વિદ્યાનગર શહેર સમિતિ ના પ્રમુખ ફકીરભાઈ મકવાણા, આણંદ જિલ્લા સોશિયલ મીડિયાના પ્રમુખ વિજય જોશી , વિરોધપક્ષ ના નેતા સલીમભાઈ દીવાન ,આણંદ શહેર ના કાઉન્સિલર ઇકબાલ મલેક, નુરર્જી ભાઈ , જયા બેન , રેશમા બાનું , વહિદા શેખ , સામજિક કાર્યકર અસલમ વોહરા, ફિરોજ ખાન પઠાણ ,
યુથ કોંગ્રેસ ના પૃથ્વીરાજ સિંહ , જીલ્લા ના હોદેદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.