ગોધરા : ૬ જાન્યુઆરી
દેશ માં સૌ પ્રથમ વખત ૫ જાન્યુઆરી ના રોજ પંજાબ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાફલા ને પડેલી અગવડતા અને કોઈ ચોક્કસ કાવતરા સાથે પંજાબ સરકારે સુરક્ષા ની વ્યવસ્થા માં રાખેલી ઇરાદાપૂર્વક ની ચૂક ના પ્રયત્ન ને વખોડી કાઢતા,સાથે નિંદનીય પ્રયાસ ની સામે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ ના માર્ગદર્શન હેઠળ શિવાલયોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના દીર્ઘ-આયુષ્ય ની અર્ચના નિમિત્તે મહા મૃત્યુંજય મંત્રો જાપનો કાર્યક્રમ ગોધરા ખાતે યોજાયો હતો.
ગોધરા ખાતે યોજાયેલા મંત્રો જાપ ના કાર્યકમ માં ગોધરા જિલ્લા સંગઠન ના તમામ પદાધિકારી ,વિવિધ મોરચાના હોદેદારો , શહેર, તાલુકા સંગઠનોના પદાધિકારી, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ગોધરા ના બાવા ની મઢી ખાતે આવેલ શિવ મંદિર ખાતે આ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું, સાથે સાથે પંજાબ ની કોંગ્રેસ સરકાર નો વિરોધ કરતા સૂત્રોચ્ચાર પણ કરવા માં આવ્યા હતા.સમગ્ર જિલ્લામાં તમામ મંડલ માં મોટી સંખ્યામાં કાર્યકરોએ આ કાર્યક્રમ આપ્યા હતા જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના દીર્ઘાયુ માટે મહા મૃત્યુંજય ના જાપ કરવા માં આવ્યા હતા.