30 ડિસેમ્બર ૨૦૨૧ સપોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત – વાઘોડિયા – વડોદરા ખાતે આ ૨૬ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ નવમી રાષ્ટ્ર કક્ષાની ઓત્સુકા કરાટે કપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. IWF – આણંદ, ના કુલ ૫૭ ફાઈટર્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ઓલમ્પિકમાં ચાલુ વર્ષે કરાટે ની રમત ને માન્યતા મળ્યા બાદ IWF – આણંદ ના ફાઈટર્સ એક પછી એક સતત વિવિધ માર્શલ આર્ટસ માં મેડલ મેળવીને રાજ્ય, રાષ્ટ્ર તથા એશિયન કક્ષા એ પોતાની પ્રતિભા ઝળકાવી રહ્યા છે. ઓત્સુકા કરાટે કપનું આયોજન વડોદરા ખાતે ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં IWF – આણંદ ના ૫૭ ફાઈટર્સે ભાગ લઇ વિવિધ કાતા અને કુમિતે ની ઇવેન્ટ માં કુલ ૮૫ મેડલ પ્રાપ્ત કરીને ઝળહળતો દેખાવ કરેલ છે.
કાતા ઇવેન્ટ માં ૧૩ ફાઈટર્સ શાન્વય પંચાલ, હરિત જૈન, માન કોટડીયા, અલીના બધાથોકી, કોમલ કાકડ, આશિષ કાકડ, શુભમ ગુરખા, ચિત્રા ગોહેલ, આર્ય યેલગાંવકર, અક્ષરા લીમ્બાચીયા, રોશની દોદાની, નેહા શર્મા અને યુગ પટેલ એ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા જયારે ૯ ફાઈટર્સ અર્જુન મુલાય, ગ્રંથ પટેલ, ધૂન શાહ, વ્યોમ પટેલ, જયરાજ રાજ, વવિશ્વ પટેલ, પ્રિષા સુથાર, હીર પટેલ અને અભિનવ ચવાણ અે સિલ્વર મેડલ એનાયત થયાં હતા એ સિવાય ૧૮ ફાઈટર્સ યઞાન મુલતાની, પરવીરસિંહ ગિલ, હેત્વીબેન પટેલ, યશવી મહેશ્વરી, સૌમિતા જાના, હેત ધોબી, રેહાન મુલતાની, ઉન્નતિ પરમાર, હેલી આયાર્ય, હિમનીષ પટેલ, સ્વરૂપ પટેલ, શ્લોક પંચાલ, જીમિત ભટ્ટ, શ્રીષ્ટિ ઓઝા, વેદ પટેલ, હેત પ્રજાપતિ, રોહિલ શાહ, શોર્ય પારેખ અને ગુંજેશ માછી નડે બ્રોન્ઝ મેડલ મળેલ છે.
કુમિતે ઇવેન્ટ માં ૭ ફાઈટર્સ શાન્વય પંચાલ, અલીના બુધાથોકી, શ્રીજીલ જયાશંકર, શુભમ ગુરખા, આર્ય યેલગાંવકર, હતાંશુ માછી અને હર્ષ સોલંકી એ ગોલ્ડ, ૧ર ફાઈટર્સ અર્જુન મુલાય, વ્યોમ પટેલ, ગ્રંથ પટેલ, ઉન્નતિ પરમાર, આશિષ કાકડ, વિશ્વ પટેલ, સુરેશ ખસિયા, પ્રિષા સુથાર, જીત વ્યાસ, રોશની દોદાની, નેહા શર્મા અને જીમિત ભટ્ટ એ સિલ્વર તથા ર૬ ફાઈટર્સ ધનરાજસિંહ ગિલ, પરવીરસિંહ ગિલ, હરિત જૈન, દ્રશ્ય પટેલ, હેત્વીબેન પટેલ, માન કોટડીયા, ધૂન શાહ, યશવી મહેશ્વરી, કોમલ કાકડ, અંશ પટેલ, રેહાન મુલતાની, દિર્શીતા ગોસ્વામી, વિરલ માછી, જય જોશી, હેલી આચાર્ય, હિમનીષ પટેલ, જયરાજ રાજ, શ્લોક પંચાલ, સ્વરૂપ પટેલ, ક્રીદય દોશી, વેદ પટેલ, દેવમ ગોસ્વામી, યુગ શોર્ય પારેખ, અભિનવ ચવાણ, મિલિન્દ ચાવડા અને પંકજ એ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ ઉપરાંત ધ્રુવિન ચાવડા એ ઓત્સુકા કપ માં આણંદ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાષ્ટ્ર કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદાલ ઈન્ટરનેશનલ વાડો ફેડરેશન ના ચેરમેન શીહાન પ્રતીક ત્રિવેદી, ટેકનીકલ ડિરેક્ટર શીહાન ચંદ્રેશસિંહ, IWF આણંદ ના પ્રેસિડેન્ટ શીહાન ચેતન કુમક્રિયા, મુખ્ય કોચ સેન્સાઈ હિરેન સુથાર, સેન્સાઈ યશ વાળંદ તથા સેન્સાઈ ગુંજેશ માછી એ ફાઈટર્સ ને અભિનંદન પાઠવ્યા હતા.