મહેસાણા:5 જાન્યુઆરી
દૂધસાગર ડેરીના તત્કાલીન MDને ભેળસેળ મામલે 25 હાજરનો દંડ!,નિશિથ બક્ષી સામે ઘી માં ભેળસેળ મામલે નોંધાઇ હતી ફરિયાદ!..
મહેસાણા દૂધ સાગર ડેરીમાં ગત 21,22 અને 23 જુલાઈ 2020 એટલેકે દોઢ વર્ષ પહેલાં ત્રણ દિવસ માટે ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા દરોડા પાડી વિવિધ ખોરાકના 146 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા,જેમાંથી ઘીના નમૂના નું પરીક્ષણ પરિણામ સામે આવતા 145 નુમુના નાપાસ થયા હતા,અને એક નમૂનો પાસ થયો હતો.જે કેસની સુનાવણી મહેસાણા અધિક કલેકટર સમક્ષ કરવામાં આવતા સમગ્ર કેસ મામલે અધિક કલેકટર દ્વારા ચુકાદો આપતા ઘીમાં ભેળસેળ મામલે 145 પૈકી એક નમૂનો નાપાસ મામલેના કેસ માત્રમાં ડેરીના તત્કાલીન MD નિશિથ બક્ષીને કસૂરવાર ઠેરાવી રૂપિયા 25000નો ફંડ ફટકાર્યો છે જ્યારે બાકીના 144 નમૂના નાપાસ થવા મામલેના 144 કેસોની સુનાવણી અને ચુકાદો હજુ બાકી છે….
૨૦૨૦ ના વર્ષે 146 નમુના પરીક્ષણનું પરિણામ સામે આવ્યું,માત્ર 1 નમૂનો પાસ અને 145 નમૂના નાપાસ થયા…
મહેસાણા જિલ્લામાં આવેલી દૂધ સાગર ડેરીમાં ઘીની ભેળસેળ મામલે ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી અને તત્કાલીન MD નિશિથ બક્ષી સહિત લેબ ટેક્નિશિયન અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સામેની પોલીસ ફરિયાદ બાદ હવે પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.
( ફાઈલ ફોટો )
ડેરીમાં સરકારે અગાઉ કરેલી ટકોર છતાં ઘીની ગુણવત્તા માપવા RM મશીન ઉપયોગ કરાતું હતું. જો કે RM મશીન ઘીમાં થતી કેમિકલયુક્ત ભેળસેળ માપી શકતું નથી. તેથી ડેરીને GC મશીન સબસીડી સાથે ખરીદ કરવા જાણ કરાઈ હતી, છતાં આ GC મશીન ડેરી દ્વાર ખરીદી કરાયું ન હતું. તો પોલીસ દ્વારા ઝડપાયેલા નકલી ઘીના ટેન્કરને ઘીનો નાશ કર્યા સિવાય છોડી દઈ ટ્રાન્સપોટરને ઘી સોંપી દેવાયું હતું, જે ઘી વેચી ટ્રાન્સપોટર ડેરીને વળતર ચૂકવવાનો હતો, તેવી બાબત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી હતી.