આણંદ : ૧૨ જાન્યુઆરી
યુનિવર્સીટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ.એમ.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ પદવીદાન સમારોહ અંતર્ગત યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ૨૭૪, ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સના ૩૫૦, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ના ૧૮૭, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ૧૪૫, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સીસ અને ફેકલ્ટી ઓફ સાયન્સીસના ૨૮૪, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓના ૧૦૩૦ પદવીઓં એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ ૪૦ વિદ્યાર્થીઓએ પી.એચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓનો અને મહેમાનોનો વિશેષ આતિથ્ય સત્કાર કરવામાં આવ્યો હતો.તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ થી નવાજવામાં આવેલ ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ચારૂસેટ, ચાંગા ખાતે ૧૧ મો પદવીદાન સમારોહ સરકારશ્રીની કોવીડ ગાઈડલાઈનનું પાલન કરતા આજ રોજ યુનિવર્સીટીના પ્રાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાયદા અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન તજ્જ્ઞ તેમજ પ્રોફેસર ડો. બિમલ પટેલે દિક્ષાંત પ્રવચન આપ્યુ હતું. તેઓએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઉદ્યોગ સાહસિકતા, સમાજસેવા, પરિશ્રમ, કૃતજ્ઞતા, નીતિમતા , અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી પર વિશેષ ભાર મુક્યો હતો. તેઓએ વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે સખત મહેનત, પ્રતિબદ્ધતા, અનુકૂલનક્ષમતા, મૂલ્યો અને નીતિમતાના ગુણો વિકસાવી આગળ વધવા પ્રેરિત કાર્ય હતા.