આંકલાવ : 15 જાન્યુઆરી
ઉતરાયણ ના પવિત્ર દિવસે સૌ ભારતવાસીઓએ ઉતરાયણ પર્વ હર્ષ ઉલ્લાસબભેર મનાવવામાં આવ્યો, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી કોઠીયાખાડ ખાતે સૌ કાર્યકર્તાઓની સાથે ઉત્તરાયણ ના બીજા દિવસે સૌ કાર્યકર્તા મિત્રો સાથે મુલાકાત કરી અને પતંગ પણ ચડાવી હતી અને સૌ મિત્રોને તેઓનો શાંત અને સરળ સ્વભાવ થી ખૂબ મજા અને આનંદ સહુ કાર્યકર્તાઓમાં પ્રસરી જવા પામ્યો હતો પતંગ રસિયાઓ ને જોમ અને જુસ્સો માં વધારો થયો હતો તથા પોતે પણ પતંગ ચગાવીને આનંદ માણ્યો હતો અને સૌ ગામ વાસીઓને આભાર વ્યક્ત કર્યો હતો અને સૌ ભાઈઓ બહેનો દ્વારા ખૂબ હરસોલાસ્થી રમણભાઈ સોલંકી સાહેબને આવકાર્યા હતા