સુરેન્દ્રનગર: 6 જાન્યુઆરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી તાલુકાના શિયાણી ગામ થી વિજયભાઈ નો ફોન 108 મા આવેલ અને જણાવેલ કે મારા બેન જનકબેન ને 7 મહીના ના ડીલેવરી ના સમયગાળા દરમ્યાન અચાનક દુઃખાવો અને સતત લોહી પડવાનું 108 ને જાણાવતા સુરેન્દ્રનગર જીલ્લાના શિયાણી લોકેશન 108 ને કોલ મળતા પાઇલોટ અરવિંદસિંહ ચૌહાણ અને ઈએમટી. ડો.શક્તિભાઈ ઘોડકીયા ઘટનાસ્થળે પહોંચ્યા અને દર્દી ને એમ્બ્યુલન્સ મા લઈ 7 કિમી. અંતર કાપતા અચાનક જ ડીલેવરી કરવા ની જરૂર પડતા જ એમ્બ્યુલન્સ માંથી ડીલેવરી કિટ લઈ ને એમ્બ્યુલન્સ મા જ ડીલેવરી કરાવી હતી અને 7 મા મહિને દીકરા નો જન્મ થયા બાદ ERCP ડૉક્ટર ભાવિક સર ની એડવાઇજ મુજબ તેમને ઇજેકશન ,બોટલ ચડાવી અને બાળકને ઓક્સિજન આપી ને યોગ્ય સારવાર આપી આર.આર હોસ્પિટલ લીબડી ખાતે દાખલ કરેલ છે હાલ માતા અને બાળક બંને ની તબયત સારી છે.