કાલોલ : 4 જાન્યુઆરી
કાલોલ જીઆઇડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે બુધવારે જીઆઇડીસીના એસોશિયેટ હોલ ખાતે પાછલા મહિને વિધાનસભાની ચૂંટણીમાં કાલોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સન્માન સમારોહ, સ્નેહ મિલન તેમજ ઔદ્યોગિક સેમિનાર યોજાયો હતો. આ સન્માન સમારોહમાં કાલોલ જીઆઇડીસીમાં વિવિધ લઘુ ઉદ્યોગોના એસોસિયેશન સંચાલકોએ નવા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ઉપરાંત પાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરને આવકારી સ્નેહ મિલન અંતર્ગત લઘુ ઉદ્યોગોના વિકાસ માટે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસીસટન્ટ કમીશ્નર અને જનરલ મેનેજર શક્તિસિંહ ઠાકોર, રિઝીયોનલ મેનેજર ધર્મેન્દ્ર પાનેલીયા, કાલોલ જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ બી એન ગીરી, જીઆઇડીસી એસોસિયેશનના મંત્રી પ્રવિણભાઇ નિમાવત, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ કમલેશભાઈ પંચાલ અને લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી હિમાંશુભાઈ પટેલ સહિત જીઆઇડીસી એસોસિયેશનના કારોબારી સભ્યો અને સંચાલકોએ ઉપસ્થિત રહીને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણને ફુલહાર અને પુષ્પગુચ્છોથી સન્માન કર્યું હતું.