હાલોલ: 28 ડિસેમ્બર
હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી સરકારી રેકોર્ડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ તાલુકા પંચાયત કચેરીમાંથી સરકારી રેકોર્ડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલોલ તાલુકામાં આવેલા ગામોમાં જમીન એનએ કરેલી હોય તેના રેકોર્ડ અને નક્શાઓની ચોરી કરવામાં આવી છે. હાલોલ તાલુકા પંચાયત કચેરીનો રેકોર્ડ રૂમ તોડી અને છેલ્લા 55 વર્ષમાં જમીન એને કરવામાં આવી હોય તેના રેકોર્ડ અને નક્શાઓની ચોરી કરવામાં આવી છે. જેને કારણે હાલોલ તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા હાલોલ પોલીસે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલામાં સરકારી કચેરીમાંથી નકશા અને એનએ થયેલા રેકોર્ડ ચોરી કરવા પાછળ કોઈ ષડયંત્ર હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.