આણંદ: 24 ડિસેમ્બર
યુવક પાસેથી મળી આવેલ બે મોબાઈલ ફોન તેમજ પાકીટ આધારે પોલીસે તેના વાલી વારસોની શોધ ખોળ આરંભી
આણંદ ગણેશ ચોકડી નજીક ચિખોદરા નીચેથી પસાર થતી રેલ્વે ટ્રેક ઉપર પસાર થતી ટ્રેન નીચે શુક્રવાર રાત્રિના સમયગાળામાં એક યુવકે ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરી હોવાનો કમકમાટીભરી ઘટના બની હતી.આ આત્મઘાતી ઘટનામાં યુવકનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું. આ ઘટનાની જાણ આણંદ રેલવે પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ શુક્રવાર રાત્રીના સમયે આસપાસના સમયે એરરાટી વ્યાપી જાય તેવી ઘટના ઘટી છે. આણંદ શહેરમાં ગણેશ ચોકડી નજીક ચિખોદરા ઓવર બ્રિજ નીચેથી પસાર થતી રેલ્વે ટ્રેક ઉપર શુક્રવારે રાત્રીના સમયે એક યુવકે કોઈ અગમ્ય કારણસર ત્યાંથી પસાર થતી ટ્રેન નીચે છલાંગ મારતા યુવકનું માથું શરીરથી અલગ થઈ જવા પામ્યું હતું. શરીરના બે કકડા થઈ જવા પામ્યા હતાં. જેને કારણે તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.
આ ઘટનાની જાણ આણંદ રેલ્વે પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહ નો કબ્જે લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.બીજી બાજુ પોલીસે અપમૃત્યુ નોધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક પાસેથી બે મોબાઈલ ફોન તેમજ પાકીટ મળી આવ્યું છે. જેના આધારે પોલીસે તેના વાલી વારસોની શોધ ખોળ આરંભી છે.