સુરેન્દ્રનગર: 22 નવેમ્બર
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ૧લી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મતદાન દિવસે નાગરિકો અચૂક મતદાન કરે તે માટે જિલ્લાભરમાં પ્રતિદિન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વઢવાણ ખાતે શ્રીમતી એસ.જે વરમોરા મહિલા કોલેજનાં ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મતદાન કરવા માટેના સંકલ્પ પત્રોનું લોકોને વિતરણ કર્યું હતું. તા.૧૪/૧૧/૨૦૨૨નાં રોજ ૯૦૦થી વધુ લોકોના સંકલ્પ પત્ર પરત મેળવ્યા હતા. આ ઉપરાંત તા.૧૯/૧૧/૨૦૨૨ ના રોજ ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મતદાન માટે પ્રતિજ્ઞા લીધી તેમજ મતદારોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ મતદાન જાગૃતિ અંતર્ગત એક સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.