કચ્છ: 22 ઓક્ટોબર
તાજેતરમાં દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે આવેલા ભુજીયા ડુંગરમાં નિર્માણ પામેલ સ્મૃતિવનની ભેટ આપી હતી
2001ના વિનાશક ભુકમ્પમાં મૃત્યુ પામેલાઓની યાદમાં અહીં વનનું નિર્માણ કરાયું છે ત્યારે આજે ધનતેરસના દિવસે ફ્રેન્ડ્સ ગ્રૂપ તેમજ જુદી જુદી સંસ્થાઓ,ગ્રામીણ વિસ્તારની મહિલાઓ,સમાજના આઘેવાનોએ સાથે રહીને સ્મૃતિવનમાં આજે 15000 દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા
આ ઉપરાંત ભુજીયા કિલ્લા પર લાઇટિંગ વાડા દીવડાઓ લગાવવામાં આવ્યા હતા
ભુકમ્પમાં દિવંગત થયેલાઓના પરિવારજનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતાં
આજે ભુજના સમૂર્તિવનમાં ભુજ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા
ખાસ કરીને જ્યારે મોદીજીએ ભુજને સમૂર્તિવનની ભેટ આપી છે ત્યારે દરેક સ્થળેથી પ્રવાસીઓ જોવા આવે તે માટેની અપીલ કરી હતી
અહીં એક મ્યુઝીયમનું પણ નિર્માણ કરાયું છે જેમાં રંગ બેરંગી લાઇટિંગએ આકર્ષણ જમાવ્યું છે
આજે જિલ્લા કલેકટર રાણા,એસ.પી.સૌરભસિંહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા