પાટણ: 24 ઓક્ટોબર
પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલના 64 માં જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં શહેરના સાકાર પાર્ટી પ્લોટ ખાતે શહેરની વિવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને સાડીનું વિતરણ, બાળકોને રમકડા તેમજ મીઠાઈનું વિતરણ, ભારત વિકાસ પરિષદના ગાર્ડનમાં વૃક્ષારોપણ, તરુવન ખાતે વૃક્ષારોપણ, વિવિધ રોડ રસ્તાના લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
પોતાના 64 માં જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષ્યમા આયોજિત કરાયેલા કાર્યક્રમ બદલ કે સી પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કે સી પટેલ ના 64 માં જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, પાલિકાના કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, ડેર ગામના અગ્રણી મંગાજી ઠાકોર, શાંતિભાઈ સ્વામી જીતુભાઈ પટેલ, નૈતિક પટેલ, વિજયભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, ગૌરવ મોદી, દેવચંદભાઈ પટેલ, રુદ્રદત રાવલ, રાજુભા ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કે.સી પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.