અંબાજી: 20 ઓક્ટોબર
ફક્ત નવરાત્રી કે કોઈ મોટા નેતા આવે તો જ રોડ લાઈટ ચાલુ રખાય બાકી ના દિવસો માં બંધ શા માટે????
મુખ્ય હાઈ – વે માર્ગ હોવા છતાં રોડ લાઈટ બંધ રહેતા શોભા ના ગાંઠિયા સમાન….
રસ્તા પર અંધારા ને લીધે અવાર નવાર અકસ્માત સર્જાવા છતાં તંત્ર ની ઘોર બેદરકારી…..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વિકાસ ના મોટા કામો ના વડા પ્રધાન શ્રી દ્વારા ખાત મહુરત કરાયા છે ત્યારે સમગ્ર વિસ્તાર ના વિકાસ ની વાત થઈ રહી છે પરંતુ વિકાસ ના માર્ગે અંધારું છવાઇ રહેતા તંત્ર ને દેખાતું નથી તેવો ભાસ થઈ રહ્યો છે.
અંબાજી ને જોડતા મુખ્ય માર્ગો પર પાકા મોટા રસ્તા અને રાત ના સમયે તકલીફ ના પડે તે માટે રસ્તા ની વચ્ચે રોડ લાઈટ પણ લગાડવામાં આવી છે ત્યારે ગબ્બર ૫૧ શક્તિ પીઠ સર્કલ થી દાંતા રોડ તરફ નિયમિત રીતે રોડ લાઈટ ચાલુ રાખવામાં આવે છે જ્યારે શકિતપીઠ સર્કલ થી જૂની કોલેજ તરફ કોઈક દિવસ તો જૂના નાકા થી ગબ્બર સર્કલ તરફ ના રસ્તે આવેલ રોડ લાઈટો ને ભાદરવી પૂનમ ના મહા મેળા , નવરાત્રી કે કોઈ મોટા નેતા આવેલ હોય કે આવનાર હોય ત્યારે જ ચાલુ રાખવામાં આવે છે જ્યારે બાકી ના દિવસો માં આ રસ્તે અંધારું જોવા મળે છે , ત્યારે આ વિસ્તાર માં રહેણાંક મકાનો, દુકાન, પેટ્રોલ પંપ વગેરે આવેલા છે તો આ રસ્તો ગુજરાત – રાજસ્થાન ને જોડતો મુખ્ય હાઈ – વે માર્ગ પણ છે જ્યાં રાત – દિવસ મોટા વાહનો, ટ્રક ટ્રેલર વગેરે અહીંથી પસાર થયા હોય છે તો અહીં થી આગળ ગબ્બર જવા ના માર્ગ માં આવેલ રહેણાક વિસ્તાર ના રહેવાસીઓ પણ આ જ રસ્તે ચાલતા કે વાહન પર આવતા જતા હોય છે ત્યારે અંધારા ને લીધે ઘણી વાર અહીંયા અકસ્માત સર્જાયેલ છે તેમ છતાં પણ અહી ની રોડ લાઈટ ચાલુ રાખવામાં આવતી નથી , તો એના પાછળ શું કારણ છે કે અંબાજી ના અન્ય માર્ગો પર રોડ લાઈટ ને ચાલુ રખાય છે પરંતુ અહી નહિ? કોનાં હસ્તક આ લાઈટ સંચાલિત થાય છે કે એક જ ગામ ના એક તરફ ના વિસ્તાર ને તો લાઈટો વડે પ્રકાશમય રખાય છે જ્યારે બીજા વિસ્તાર ને ઘોર અંધારામાં? ગામ ના મુખ્ય આકર્ષણ એવા અંબાજી મંદિરને લાઈટો ના ઝગમગાટ થી પ્રકાશિત કરવમાં આવે છે તો ગામ ના બીજા રસ્તા અંધારા માં કેમ? રોડ લાઈટ ને લોક ઉપયોગી થાય તે હેતુ થી નાખવામાં આવતી હોય તો તેને શોભા ના ગાંઠિયા સમાન કેમ બનાવી મુકાઈ છે ???
જેવા અનેક પ્રશ્નો તંત્ર ની ઘોર બેદરકારી અને ભેદભાવ ભરી કામગીરી બાબતે ઊભા થાય છે .