પાટણ: 17 ઓક્ટોબર
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરના ઓડિટોરિયમ હૉલમાં આજે 16 ઓક્ટોબર 2022 ના રોજ વિશ્વ ખોરાક દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકો ભાગ લીધો હતો.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લોકો ને વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું હતું અને આ સેન્ટરની વિવિધ ગેલેરિયોના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ દ્વારા જીવનમાં ખોરાક નું મહત્વ અને ખોરાક નો વ્યય થતો અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ જાણીતી હકીકત છે કે લાખો લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પૂરતો ખોરાક મળતો નથી. તેથી ખોરાકના દરેક દાણાને સાચવીને જરૂરિયાતમંદોને ઉપલબ્ધ કરાવવું મહત્વપૂર્ણ છે. એક સર્વે મુજબ, આપણા દેશ ભારતમાં ખોરાકનું કમી થી દર રોજ લગભગ 3000 બાળકો મૃત્યુ પામે છે અને લગબાઘ 20 કરોડ લોકો ને બે ટાઈમ જમવા માટે નથી મળતું. તેની સામે, દર વર્ષે 200 મિલિયન ટનથી વધુ ઘઉં બગડી જાય છે. તેથી આપણે અન્ન નો બગાડ ન કરવું જોઈએ અને ખોરાકનું મહત્વ સમજવું જોઈએ. રાજ્ય અને દેશ ની સરકાર આ દિશામાં પગલાં લઈ રહી છે જેમકી શાળાના બાળકો માટે પ્રધાનમંત્રી પોષણ યોજના, ગરીબ પરિવાર માટે માં આન્યપુર્ણ યોજના અને ખાદ્ય સુરક્ષા યોજના. આ બધી યોજનાઓ દ્વારા કુપોષણ નિવારવા માટે સારા પરિણામો મળી રહ્યા છે. આ જાગૃતિ કાર્યક્રમના તમામ સહભાગીઓએ ખોરાકનો બગાડ રોકવાના શપથ લીધા અને જીવનમાં સંતુલિત આહારનું મહત્વ સમજ્યું હતું.