આણંદ : 16 ઓક્ટોબર
ભેટાસી ખાતે વર્ષો જુના રસ્તાની સમસ્યા અને ઘણા વર્ષોથી આ રોડ બનતો ન હતો અને આ વિસ્તારના ખેડૂતોને અવર-જવર કરવા માટે ચોમાસામાં ઘણી તકલીફો પડતી હતી ત્યારે ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરતા આણંદ સંસદ મિતેશભાઈ પટેલના વરદ હસ્તે આ રોડનું ખાતમુરત કરવામાં આવ્યું
આંકલાવ તાલુકાના ભેટાસી વાંટા વિસ્તારમાં ઘણા વર્ષોથી કાગડિયા ઉપર કામ થતાં અને રોડ પાસ થઈ જતા ખેડૂતોની વર્ષો જૂની સમસ્યા ને હલ કરવા માટે તેવા રોડ નુ આજે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા તે રોડનું ખાતમુરત કરવામાં આવ્યું. આ રોડ ભેટાસી વાંટા પરોતી વગા થી લઈને સુદણ સ્ટેન્ડ સુધી પાકો ડામર રોડ કરવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ. આંકલાવ તાલુકા પ્રમુખ નિરુભા રાણા. કાનવાડી જિલ્લા પંચાયત સભ્ય ગુલાબસિંહ પઢિયાર. ભીખાભાઈ પઢીયાર. ઠાકોર સાહેબ મૂળરાજસિહ બાપુ ભેટાસી વાંટા ના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા