કચ્છ: 15 ઓક્ટોબર
વાગડ વિસ્તારમાં હવે વારંવાર લોકો પોતાના કે ગામના પ્રશ્ર્નો ના નિકાલ થતો ના હોવાથી આત્મ વિલોપન ની ચિમકી ઉચ્ચારી રહ્યાં છે થોડા સમય અગાઉ રાપર તાલુકાના રામવાવ ગામ ના યુવાન શિવુભા જાડેજા એ આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી અને ફરી થી આપી છે ત્યારે રાપર નગરપાલિકા વિસ્તારની ગેલીવાડી રહેતા હરેશ પોપટ ભાઈ કોળી નામના યુવાને આજે રાપર મામલતદાર કચેરી અને નગરપાલિકા કચેરી ખાતે આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી ત્યારે આજે રાપર મામલતદાર નગરપાલિકા તથા પોલીસ તંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તે યુવાન હરેશ કોળી અને વહિવટી તંત્ર તથા ગેલીવાડી ના રહેવાસીઓ અને અધિકારીઓ તથા આગેવાનો વચ્ચે એક બેઠક કોળી ઠાકોર સમાજવાડી ખાતે મળેલી જેમાં ગેલીવાડી વિસ્તારમાં પાણી ના નિકાલ માટે જે પુલીયુ બનાવવા મા આવેલ છે તે રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેમાં કારણે ગેલીવાડી મા જતા રસ્તા ને બંધ કરી દેવામાં આવ્યો છે તે દબાણ દુર કરવા બાબતે અવારનવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ લાવવા મા આવેલ ના હોય જેના કારણે હરેશ પોપટ કોળી એ આત્મ વિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તે અંગે ચિમકી ઉચ્ચાર નાર વ્યક્તિ ના સામાજિક આગેવાનો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં તંત્ર દ્વારા આત્મ વિલોપન કરવાની ચીમકી આપનાર અને ગેલીવાડી ના રહેવાસીઓ ને મૌખિક બાંહેધરી આપી હતી અને આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ તે બાબતે પંદર દિવસ મા યોગ્ય તપાસ કરી જો આ અંગે દબાણ થયેલ હશે તો દબાણ દુર કરવા ની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આત્મ વિલોપન કરનાર વ્યક્તિ દ્વારા કાયદાકીય રીતે ન્યાય મેળવવા માટે કાર્યવાહી કરે તેમજ આત્મવિલોપન જેવું કોઈ અઘટિત પગલાં ન ભરે અને તંત્ર ને સહકાર આપે તો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચા થઇ હતીકોળી સમાજના યુવાન હરેશ ભાઈ પોપટભાઈ કોળી એ આપેલ આત્મવિલોપન કરવાની ચિમકી બાબતે કોળી સમાજના આગેવાનો ડાયાલાલ ચાવડા મોરાર ભાઈ ચાવડા અમરશી ભાઈ મકવાણા વજેરામભાઈ મકવાણા નાગજીભાઈ પીરાણા ઉમેદ ભાઈ મકવાણા વિગેરેની મહેનત થી હરેશ ભાઈ ને ખડીર વિસ્તારમાં થી રાત્રે શોધી સમજાવી આજે સવારે 11 વાગ્યે ઠાકોર સમાજવાડી એ લઈ આવી તમામ અધિકારીઓ સાથે બેઠક કરી સમાધાન ફોર્મ્યુલા તૈયાર કરી પ્રશ્ર્ન પુરો થાય તેવા પ્રયાસો કર્યા હતા.
આજે યોજાયેલ આ ચર્ચા મારાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર વી. કે ગઢવી ઈન્ચાર્જ ચીફ ઓફિસર નવધણ કડ.. આંકડા અધિકારી ડી જે ચાવડા અમરશીભાઈ કોળી મોરાર ચાવડા અશોક રાઠોડ મુળજી પરમાર મહેશ સુથાર દિનેશ સોલંકી હકુમતસિંહ સોઢાતાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ વાલજી વાવીયા રામજી પિરાણા તુલસી ભાઇ ઠાકોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા દ્વારા પાણીના કાયમી ઉકેલ માટે યોગ્ય તપાસ કરી પંદર દિવસ મા નિકાલ કરવા મા આવશે તેવું જાણવા મળ્યું હતું