આણંદ: 11 ઓક્ટોબર
પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ, ગત રાત્રીએ તારાપુર ચોકડીથી વાસદ જવા નાં માર્ગ પર મામલતદાર કચેરી પાસે નાં બ્રિજ ઉપર ગત મોડી રાત્રે એક આઈસર ટ્રક નંબર MH-15- HH- 5875 માં યાંત્રિક ખામી સર્જાતા રોડ વચ્ચે બંધ પડી ગઈ હતી. ટ્રક ચાલક દ્વારા પાર્કીગ લાઈટ કે રિફલેક્ટર વિના રોડની પહેલી લાઈનમાં ડિવાઇડર પાસે ટ્રક ઉભી કરી દીધેલ. હાઈ વે પર પુરપાટ ઝડપે આવી રહેલ આઈસર નં -GJ- 04- AT- 7264 આગળ રસ્તા પર બંધ હાલત માં ઉભેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ને લઈ પાછળ ની આઈસરના કેબીનનો આગળનો ભાગ કચડાઇ જવા પામ્યો હતો તથા ચાલક ને શરીરે ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં થી વધુ સારવાર અર્થે ચાલક ને કરમસદ મેડિકલ ખાતે ખસેડવા માં આવ્યો હોવા નું જાણવા મળે છે.અકસ્માત ને લઈ તારાપુર પોલીસ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવા નું જાણવા મળે છે.