આણંદ : 4 ઓક્ટોબર
પેટલાદ તાલુકાના વિરોલ(સી) ગામ માં શ્રી સેંઘણી માતાજી નું ખૂબ જ જૂનું મંદિર આવેલું છે અને આ મંદિર મા ગામ ગામ થી રોજ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
નવરાત્રી નો આ ગામ માં મહિમા જ અલગ છે. ગામ માં આધુનિક પરંતુ જૂના રીત રિવાજ અનુસાર જ નવરાત્રી ની ઉજવણી થાય છે. આઠમ ના દિવસે માતાજી ને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને સમસ્ત ગામ એક જ જગ્યા એ ગરબે રમે છે. તમામ જ્ઞાતિ ના લોકો એક જગ્યા એ ગરબા કરી અને માતાજી ની આરાધના કરે છે.
નવરાત્રી ની આઠમ ના દિવસે આણંદ જીલ્લા કલેકટર મનોજ દક્ષિણી સાહેબે ગ્રામજનો ના અંગત આમંત્રણ ને માન આપીને ખાસ વિરોલ ની આઠમ ના દિવસે મુલાકાત લીધી હતી, અને ખુબ શ્રદ્ધા સાથે માતાજી ના મદિર એ દર્શન કર્યા હતા. એક કલાક જેટલો સમય વિરોલ માં રોકાઈ ને ગામમાં યોજાતી નવરાત્રી ના પર્વની વિશેષ ઉજવણી ની એક એક વાત ની ઝીણવપૂર્વક જાણકારી મેળવી ને આનંદ વ્યક્ત કર્યો હતો.
મહત્વની બાબત એ પણ છે કે જિલ્લા ના ઉચ્ચ હોદા પર ના અધિકારી હોવા છતાં ખુબ નિખાલસ ભાવે કલેક્ટર મનોજ દક્ષિણી દ્વારા ગામના નાના માં નાના વ્યક્તિ થી લઇ આયોજકો સુધી તમામ ને એક ભાવે મળ્યા હતા જે જોઈને ગામના નાગરિકો તંત્ર સાથે વધુ સુઘડ સંબંધ બનવા ની લાગણી છવાઈ ગઈ હતી.
નવરાત્રી મહોત્સવ માં કલેક્ટર ની ગામની મુલાકાતે ગામલોકો ના ઉત્સાહ માં વધારો કર્યો હતો અને ખુબ ઉત્સાહ થી ગામના નાગરિકોએ જિલ્લા કલેક્ટર નું સ્વાગત કર્યું અને નવરાત્રિ દરમિયાન ગામની મુલાકાતે આવેલ કલેક્ટર ને ખાસ સ્મૃતિ ભેટ પણ અર્પણ કરી.