પાટણ : 3 ઓક્ટોબર
પાટણમાં આદ્યશક્તિની આરાધના ના નવરાત્રી પર્વની ધર્મમય માહોલમાં ઉજવણી થઈ રહી છે લીમ્બચ માતાની આસો સુદ સાતમની રાત્રે પરંપરાગત રીતે માતાજીની નવ ખંડની પલ્લી ભરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તોએ પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો હજુ હજોના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું…
પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં લીમ્બચ માતાની પોળમાં આદ્યશક્તિમાં લીમ્બચનું આદ્ય સ્થાન મંદિર આવેલું છે અહીં મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન માઇ ભક્તો પગપાળા સંઘો લઈને દર્શનાર્થી આવે છે. મંદિર પરિસર ખાતે વર્ષ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ચૈત્ર અને શરદીય નવરાત્રી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે ચાલુ વર્ષે પણ નવરાત્રી મંડળ દ્વારા ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આસો સુદ સાતમના દિવસે મંદિર પરિસર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં રાત્રે ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ પોશાકમાં સજજ થઈ માતાજીના ગરબે ઘૂમી આરાધના કરી હતી. તો નવદુર્ગા અને મહાકાળી ના ગરબા નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ યુવતીઓએ માતાજીના વેશમાં ગરબે ઘૂમી આરાધના કરી હતી તો વર્ષો જૂની પરંપરા મુજબ મહાકાળી નો ગરબો પણ યોજાયો હતો જેમાં કાળકા ભદ્રકાળી અને પતઇ રાજા ના પાત્રો યુવતીઓએ ભજવી તાલ બદરી તે ગરબાની રંગત જમાવી હતી વહેલી પરોઢે માલ લીંબચની નવ ખંડની પલ્લી ભરવામાં આવી હતી ત્યારે હજો..હજો… ના નાદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આમ લીમ્બચ માતાની પોળમાં આસો સુદ સાતમની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.