પાટણ : 30 સપ્ટેમ્બર
પાટણ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ અને ઇકો પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સહકારી પરીષદ , સાધારણ સભા તેમજ ગુજકોમાસોલમાં વિજેતા થયેલા ડીરેક્ટર સ્નેહલ પટેલનો સત્કાર સમારોહ કાર્યક્રમ જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો . કાર્યક્રમની શરુઆતમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘની સામાન્ય સાધારણ સભા યોજાઈ હતી.
ખેડૂતોને નેનો યુરીયા લીક્વીડના ઉપયોગ વિશે માર્ગદર્શન અપાયું આ સભામાં સંઘના ડીરેકટરો સહિત પ્રમુખ દ્વારા ગત સભાની કાર્યસૂચિને વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી . ત્યારબાદ નેનો યુરીયા ઉપયોગ વિક્રેતા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં પાટણ ઇફકોના ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ખેડૂતોને નેનો યુરીયા લીકવીડના ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . ત્યારબાદ બીજા તબક્કાના કાર્યક્રમમાં જીઆઇડીસીના પૂર્વ ચેરમેન સહિત અન્ય મહાનુભાવોનું સંઘના ડીરેકટરો દ્વારા સ્વાગત , સન્માન કરવામાં આવ્યું હતું.
સ્નેહલ પટેલનું સન્માન કરવામાં આવ્યું તો આ પ્રસંગે તાજેતરમાં ગુજકોમાસોલમાં ડીરેકટરની ચૂંટણીમાં વિજેતા થયેલા નવનિયુકત સ્નેહલ પટેલનો વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો . જેમાં બલવંતસિંહ રાજપૂત દ્વારા સ્નેહલ પટેલનું સાફો , ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું . જ્યારે સંઘના અન્ય ડીરેકટરો દ્વારા પણ તેઓનું સન્માન કરાયું હતું