પાટણ : 29 સપ્ટેમ્બર
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર એકના સેવાભાવી કોર્પોરેટર અને ભાજપના અગ્રણી નેતા મનોજ પટેલે પોતાનો 55મો જન્મદિવસ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે ઉજવ્યો હતો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી લખલોટ રૂપિયાનો ખર્ચ કરી જન્મદિવસ ઉજવતા લોકો માટે નગર સેવક પ્રેરણા સ્તોત્ર બન્યા હતા પોતાના જન્મદિવસ નિમિત્તે મનોજ પટેલે શહેરના સાલીવાડા વોર્ડના સફાઈ કામદાર ભાઈઓ બહેનો સાથે ફાઇસટાર હોટલમાં એક જ પંગતમાં બેસી સાથે ભોજન લીધું હતું. ગરીબો પ્રત્યે સંવેદના દાખવી સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ મનોજ પટેલે પૂરું પાડ્યું હતું. તો સફાઈ કામદાર કર્મચારીઓએ મનોજ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તો નગરસેવકના આ કાર્યની શહેરીજનોએ સરાહના કરી હતી.
પાટણ નગરપાલિકાના જાગૃત નગરસેવક અને વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જાણીતા કાર્યકર મનોજ પટેલે પોતાના 55 માં જન્મદિવસની ઉજવણી અનેકવિધ સેવાકીય અને રચનાત્મક કાર્યો થકી કરી હતી. સવારે સૌ પ્રથમ માતા પિતાના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ નગરદેવી શ્રી કાલિકા માતાના મંદિરે પૂજા વિધિ કરી હતી. સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું હતું. આ ઉપરાંત અનાવાડા ખાતે આવેલ ગૌશાળામાં ગૌમાતાનું પૂજન કરી ગૌમાતાના નિર્વાહ માટે 11 હજારના દાનની રકમ અર્પણ કરી હતી. જીમખાના ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે 55 વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષોની જાળવણી કરવાનો સંકલ્પ લીધો હતો. તો વોર્ડ નંબર 1માં આવેલી 7 આંગણવાડીઓના બાળકોને ભોજન અને પોષણક્ષમ કીટનું વિતરણ કર્યું હતું. તો વોર્ડ નંબર 1 ના સફાઈ કામદારો સાથે ફાઇસ્ટાર હોટલમાં એક જ પંગતમાં બેસી સાથે ભોજન કરી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જૂની ભવાઈ રંગમંચના કલાકારો નું વિશિષ્ટ સન્માન મનોજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.