સુરેન્દ્રનગર : 24 સપ્ટેમ્બર
લખતર શહેરમાં નવરાત્રી કરાતી તડામાર તૈયારીઓ
બે વર્ષ બાદ નવરાત્રીનું આયોજન કરવામાં આવતા ખેલૈયાઓ થનગનાટ મળ્યો જોવા
શહેરમાં આશરે એક ડઝનથી વધારે થાય પ્રાચીન ગરબીઓ
ગરબી મંડળો દ્વારા શેરી ગલીઓમાં પરંપરાગત ગરબીઓના આયોજન માટે તડામાર તૈયારીઓ
આસો સુદ એકમથી માં આધ્યા શક્તિના આરાધનાના નવરાત્રી ઉત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે લખતર શહેરના બાળ બોઘ ચોક, ગાંધી ચોક, ભૂતશેરી, લુહાર ચોક, લખતરીયા શેરી તેમજ બહારનાં પરા વિસ્તાર સહિત એક ડઝનથી વધારે વર્ષોથી ગરબી મંડળો દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી દરમ્યાન ગરબીઓનું આયોજન કરવામાં આવી રહયું છે,ત્યારે નવરાત્રીને હવે ગણતરીનાં દિવસો બાકી રહયા છે ગરબી મંડળનાં આયોજકો દ્વારા ઉત્સાહપૂર્વક ઠેર ઠેર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળના બે વર્ષ બાદ સરકાર દ્વારા લગાવેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવતા નવરાત્રીનાં પર્વેને લઈને આયોજન તેમજ ખેલૈયો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે