પાટણ : 22 સપ્ટેમ્બર
આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ વિવિધ જવાબદારીઓ મુજબ હોદ્દેદારો દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.ત્યારે પાટણ વિધાનસભાના બક્ષીપંચ મોરચાના સંયોજક તરીકે પાટણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને ડેર ગામના વતની મંગાજી ઠાકોરને જવાબદારી સોંપાઈ છે.ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 5માં આવેલ હોસાપુર ગામમાં બક્ષીપંચ મોરચા દ્વારા રાત્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણ વિધાનસભાના સંયોજક મંગાજી ઠાકોરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે.વિશ્વ ફલક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ગૌરવ અપાવ્યું છે.જેનું ઉત્તમ ઉદાહરણ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ જે ભારતનો તિરંગો ઝંડો બતાવતા કોઈપણ અડચણ વગર જ ભારતમાં પ્રવેશ અપાયો હતો. આ સાથે સાથે સમગ્ર હિન્દુઓના આસ્થાના પ્રતીક ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ અને કાશ્મીરની કાળી કલમ 370 હટાવી હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદીએ જે અશક્ય હતું તે શક્ય કરીને બતાવ્યુ છે.