Home ગોધરા રાજ્ય કક્ષા ના આરોગ્ય પ્રધાન અને આદિજાતિ વિકાસ મંત્રી નિમીષા...

રાજ્ય કક્ષા ના આરોગ્ય પ્રધાન અને આદિજાતિ વિકાસ મંત્રી નિમીષા બેન સુથાર તેમજ પંચમહાલ જિલ્લા પ્રમુખ કામિની બેન સોલંકી નો અભિવાદન સમારંભ યોજાયો

1135
0

પંચમહાલ: 1 ઓગસ્ટ


પંચમહાલ જિલ્લા આયુષ એશોસીયેશન અને ભારતીય જનતા પાર્ટી ચિકિત્સા સેલ પંચમહાલ દ્વારા સરકાર ના રાજ્ય કક્ષા ના આરોગ્ય પ્રધાન અને આદિજાતિ વિકાસ મંત્રી નિમીષા બેન સુથાર તેમજ પંચમહાલ જિલ્લા પ્રમુખ કામિની બેન સોલંકી નો અભિવાદન સમારંભ યોજાયો હતો
ગોધરા ખાતે આવેલ બી આર જી એફ ભવન ખાતે ગુજરાત ના રાજ્ય કક્ષા ના આરોગ્ય મંત્રી અને આદિજાતિ મંત્રી નિમીષા બેન સુથાર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કામિની બેન સોલંકી નો સત્કાર સન્માન કાર્યક્રમ યોજ્યો હતો.


પંચમહાલ જિલ્લા આયુષ એશો. તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ. ચિકિત્સા સેલ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું
આ કાર્યક્રમ માં પંચમહાલ મહીસાગર ના 200 ઉપરાંત આયુષ ડોક્ટર મિત્રો હાજરી આપી હતી તેમજ આ કાર્યક્રમ માં ભાજપના પંચમહાલ જિલ્લા સંગઠન ના પ્રભારી સંયુકતા બેન મોદી, ગુજરાત રાજ્ય ચિકિત્સા સેલ ના સંયોજક શિરીષ ભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમ માં ખાસ ગોધરા ની શામળાજી હોમિયોપેથીક કોલેજ ના ડો. વિશાલ સોની અને રેણાં મોરવા ની હોમિયોપેથીક અને આયુર્વેદિક કોલેજ ના ડો. વિજય પટેલ ખાસ સહયોગી બન્યા હતા
સમગ્ર કાર્યક્રમ ના આયોજન માં આયુષ એશો. ના પ્રમુખ અને ભાજપ પંચમહાલ ના. ઉપાધ્યક્ષ એવા ડૉ યોગેશ ભાઈ પંડયા ની રાહબરી હેઠળ ડૉ. વિજય પટેલ, ડૉ. રાજેશ રાવલ, ડૉ. વિશાલ સોની તથા આયુષ એશો. પંચમહાલ ના મહામંત્રી ડૉ હર્ષદ મહેરા સંયોજન થી કરવા માં આવ્યું હતું
આ કાર્યકમ નું સફળ સંચાલન આયુષ એશો. ના મહામંત્રી ડૉ. હર્ષદ મહેરા એ કર્યું હતું, આ કાર્યક્રમ માં રાજ્ય ના આરોગ્ય મંત્રી અને પંચમહાલ ના મોરવા હડફ ના. ધારાસભ્ય નિમીષા બેન સુથાર ને સ્મૃતિ ચિન્હ, મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું હતું સાથે સાથે પંચમહાલ જિલ્લા પંચાયત ના પ્રમુખ કામિની બેન સોલંકી નું પણ સ્મૃતિ ચિન્હ, મોમેન્ટો અને. શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું હતું
આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહેલા પંચમહાલ ભાજપ ના સંગઠન ના પ્રભારી સંયુકતા બેન મોદી અને ચિકિત્સા સેલ ના સંયોજકઃ શિરીષ ભાઈ નું પણ ભવ્ય સન્માન કરવા માં આવ્યું હતું


આ પ્રસંગે હાજર મહેમાનો એ પ્રસગોચીત ઉદબોધન કર્યું હતું જેમાં સંયુકતા બેન દ્વારા આગામી સમય માં હોમિયોપેથી અને આયુર્વેદિક દવા માં લોકો ને વિશ્વાસ વધશે એમ જણાવી આયુષ તબીબો ને ગરીબ અને મધ્યમ વર્ગ ના સાચા સેવકો ગણાવ્યા હતા
આ પ્રસંગે આરોગ્ય મંત્રી નિમીષા બેને હાજર સૌ આયુષ તબીબો નો આભાર માન્યો હતો અને કોરોના કાળ માં આયુષ તબીબો ના કામો ને બિરદાવ્યા હતા તેમજ સરકાર ની આરોગ્ય લક્ષી કોઈ પણ યોજનાઓ માં આયુષ તબીબો હંમેશા આગળ આવી મદદરૂપ થતા હોવાનું પણ સ્વીકાર્યું હતું અને આયુષ તબીબો ના જે નાના મોટા પ્રશ્નો હશે તેનું વહેલી તકે નિવારણ લાવવા ની બાંહેધરી પણ આપી હતી
સમારંભ ના શરૂઆત માં એશો. ના પ્રમુખ ડૉ. યોગેશ ભાઈ પંડયા દ્વારા તૈયાર કરાયેલ ખાસ દેશ ભક્તિ ની ભાવના ભરી વિડિઓ કલીપ રજૂ કરવા માં આવી હતી જે જોઈ હાજર સૌ ખુબજ પ્રભાવિત થયા હતા

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here