Home અંબાજી અંબાજી – આપેશ્ચર મહાદેવ ખાતે અમરનાથ ઝાંખી ના દર્શન…..

અંબાજી – આપેશ્ચર મહાદેવ ખાતે અમરનાથ ઝાંખી ના દર્શન…..

714
0

અંબાજી: 9 ઓગસ્ટ


દર વર્ષે ભાદરવી પૂનમ ના મહા – મેળા દરમિયાન આંપેશ્વર મહાદેવ મંદિર દ્વારા માઈ ભકતો ને ખીચડી – કઢી નું કરાતું વિતરણ…..

ગુજરાત માં હાલ માં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે આવેલા વિવિધ શિવાલયો માં મહાદેવ ની અલગ અલગ પ્રતિકૃતિ તૈયાર કરી ભક્તો ને મહાદેવ ના અલગ અલગ સ્વરૂપ ના દર્શન નો લાભ મળી શકે .

ત્યારે અંબાજી થી ગબ્બર જવાના માર્ગ પર રબારી ઘોડિયા વિસ્તાર માં આવેલ આપેશ્વર મહાદેવ ના મંદિરે દર શ્રાવણ માસ ના બીજા સોમવારે અમરનાથ – બાબા બરફાની ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે જેમાં સંપૂર્ણ બરફ ના બનેલ શિવલિંગ દર્શનાથે મુકાય છે . લોક વાયકા મુજબ સને ૧૯૭૪ ની આસ પાસ ના સમય માં દુષ્કાળ ની સ્થિતિ ઊભી થતાં કોઈક મહાત્મા ના કહ્યા અનુસાર અહી કૂવો ખોદવામાં આવ્યો હતો અને એ દરમિયાન જમીન માંથી શિવલિંગ નીકળતા તે સમયે અહીંના સ્થાનિકો દ્વારા મંદિર નું નિર્માણ કરવમાં આવ્યું હતું અને જમીન માંથી આપોઆપ નીકળેલ હોઇ આપેશ્વર મહાદેવ નામ અપાયું હતું જેની સેવા પૂજા આ વિસ્તાર ના રબારી સમાજ ના લોકો દ્વારા કરવમાં આવે છે. હાલ માં ચાલી રહેલા શ્રાવણ માસ ના પવિત્ર દિવસો માં બાબા બરફાની ની પ્રતિકૃતિ તૈયાર કરી ભક્તો ને દર્શનાર્થે મુકાઈ છે તેમજ ભજન સંધ્યા નો કાર્યક્રમ પણ યોજાયો છે . જ્યારે આપેશ્વર મહાદેવ મંડળ દ્વારા ભાદરવી પૂનમ ના મહા મેળા દરમિયાન પગપાળા આવતા ભક્તો માટે ખીચડી – કઢી ના પ્રસાદ નું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here