Home Trending Special ૩૧ ડીસેમ્બર ની ઉજવણી પૂર્વે ૧૧૪૦ નંગ દારૂની બોટલો ભરેલી આઈસર આણંદ...

૩૧ ડીસેમ્બર ની ઉજવણી પૂર્વે ૧૧૪૦ નંગ દારૂની બોટલો ભરેલી આઈસર આણંદ LCB ધ્વારા પકડવામાં આવી

25
0

વિદેશી દારૂની હેરફેર કરતા તારાપુરનો પ્રોહી લિસ્ટેડ બુટલેગર રાજેન્દ્ર ભાણાને કંસુબાડ ગામેથી આઇસર તથા બ્રીઝા ગાડી સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB આણંદ નજીકના સમયમાં આવી રહેલી 31 ડિસેમ્બર ની પાર્ટી ની ઉજવણી માં ભંગ પડ્યો છે આણંદ અને આસપાસના મદિરા ના રસિયાઓ માટે માઠા સમાચાર કહી શકાય તેવી કામગીરી આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી બતાવી છે, NRI ના પ્રભુત્વ ધરાવતા આણંદ જિલ્લામાં 31 ડિસેમ્બર ની પાર્ટી માટે મંગાવેલો મોટો દારૂ નો જથ્થો આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ ના પૂર્વ સૂચન ને અનુરૂપ ઝડપાઈ જવા પામ્યો છે.

આણંદ જીલ્લામાં ૩૧ ડીસેમ્બરના તહેવાર ઉજવણી નિમિત્તે વિદેશી દારૂની હેરફેર વેચાણ તથા ફાર્મહાઉસો ઉપર થતી પાર્ટીઓ તથા જીલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે સારૂ અસરકારક પેટ્રોલિંગ રાખવા માટે જરૂરી સુચનાઓ જિલ્લા પોલીસ વડા અજિત રાજયણ દ્વારા જિલ્લા પોલીસ ને આપેલ હતી જે અંગે આણંદ LCB વિભાગ ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.ચૌધરી નાઓએ અસરકારક કામગીરી કરવા LCB ના સ્ટાફ ના માણસો ને સૂચના-માર્ગદર્શન આપેલ હતું જેના અનુસંધાને તા.૩૦/૧૨/૨૦૨૧ ના રોજ પી.એ.જાદવ,પો.સબ.ઇન્સ. એલ.સી.બી.આણંદ તથા પો.સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન અ.હે.કો.જીલુભાઇ ભાણાભાઇ નાઓને માહિતી મળેલ કે તારાપુર મુકામે રહેતો રાજેન્દ્ર ઉર્ફે ભાણો નવનીતલાલ જયસ્વાલનાઓ પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરે છે અને હાલમાં પણ તે વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી આણંદ જીલ્લામાં તથા આજુ બાજુના જીલ્લામાં તેના મળતીયા માણસો સાથે મળી કટીંગ કરે કરાવે છે અને આજરોજ પણ તે ગુપ્તખાનાવાળી આઇસર નં.જીજે-૨૩-વાય-૦૭૫૦માં વિદેશી દારૂનો જથથો ભરી પામોલ થી ખડોલ તરફ આવનાર છે અને તે પોતે પોતાની બ્રિઝા ગાડીનં.જી-જે-૨૩-સી.બી.-૦૫૦૧ થી પાયલોટીંગ કરે છે વિગેરે મતલબની વિશ્વાસપાત્ર માહિતી આધારે કસુંબાડ-પામોલ રોડ મોટી નહેરપાસે ભરવાડ વાસ સામે વોચ તપાસ કરી આરોપી તથા પ્રોહી મુદ્દામાલ ને ઝડપી પકડવામાં આણંદ LCB ની ટિમ ને સફળતા મળી હતી.

અટક કરેલ આરોપીઓ

(૧) રાજેન્દ્ર ઉર્ફે ભાણો નવનીતલાલ જયસ્વાલ રહેતારાપુર, ગાયત્રી સોસાયટી,તા.તારાપર જી.આણંદ

(૨) સંજયભાઇ રાજુભાઇ રાણા રહે.નડીયાદ, સંતારામ ડેરી રોડ, તા.નડીયાદ જી.ખેડા

અટક કરવાના બાકી

(૧) ભરતભાઇ ભગવાનસિંહ રાઠોડ રહે દહેમી તા.બોરસદ

(ર) અનીલભાઇ રહે.સાગવાડા (રાજસ્થાન)

મુદ્દામાલની વિગત

(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડની પેટીઓ કુલ નંગ-૯૫ જેની બોટલો કુલ નંગ-૧૧૪૦ જેની કુલ કિ.રૂ.૫,૭૦,૦૦૦/-

(૨) આઇશર ટેમ્પો જી.જે.૨૩.વાય.૦૭૫૦ કિ.રુ. ૧૦,૦૦,૦૦૦/-

(૩) બ્રેઝા ગાડી નંબરઃ જી.જે.૨૩.સી.બી.૦૫૦૧ આશરે કરૂિ.૫,૦૦,૦૦૦/- તથા

(૪) બન્ને ઇસમોની અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-

(૫) રોકડા ૩૧૦૦/-

જપ્ત કરેલ મુદ્દામાલની કુલ કિમત .રૂ.૨૦,૭૪,૧૦૦/-

રાજેન્દ્ર ની નાસતા ફરતા આરોપી તરીકેની વિગત..

(૧) સોજીત્રા પો.સ્ટે ૦૩૨૯ ૨૦૨૦ પ્રોહી કલમ-૬૫-ઇ,૧૧૬(બી),૮૧,૮૩, મુજબ

(૨) તારાપુર પો.સ્ટે ૦૩૭૨/૨૦૨૦ પ્રોહી કલમ-૬૫-ઇ,૧૧૬(બી),૮૧,૮૩, મુજબ

(૩) પેટલાદ રૂરલ પો.સ્ટે ૦૩૮૨૪૨૦૨૧ પ્રોહી કલમ-૬૫-ઇ,૧૧૬(બી),૮૧,૮૩, મુજબ

(૪) પેટલાદ રૂરલ પો.સ્ટે ૦૫૩૮/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫-ઇ,૧૧૬(બી),૮૧,૮૩, મુજબ

ગુનાની એમ.ઓ..

બીજા વ્યક્તિના નામે આઇસર ટ્રક વસાવી તેમાં તળીયાના ભગે ગુપ્તખાનુ બનાવડાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી હેર કેર કરે છે અને દારૂના ગુનામાં નામ આવેલ હોય પોતાના ઘરે હાજર રહેતો નહીં અને નાસતો ફરતો હતો.

રાજેન્દ્ર ભાણાનો ગુનાહિત ઇતિહાસ..

આરોપી રાજેન્દ્ર ભાણો છેલ્લા વીસેક વર્ષથી પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ છે અને ડઝનબંધ ગુનાઓમાં આણંદ તથા અન્ય જીલ્લામાં પકડાયેલ છે

 

Previous articleNCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી ની દીકરી ક્રિશ્નાના લગ્ન માં શરદ પવાર એ આપી હાજરી….
Next articleચારૂસેટ હોસ્પિટલમાં જટિલ ઘૂંટણ અને થાપા બદલવા માટેનું સફળ ઓપરેશન કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here