સુરેન્દ્રનગર :
લખતર 108 ના પાઇલોટ અને ઇ.એમ.ટી એ ઈમાનદારી દાખવી

અકસ્માત માં પડી ગયેલ રોકડ તેમજ મોબાઈલ મૂળ માલિક ને પરત કરતી 108 ની ટિમ
દર્દી ના રૂ.800/- રોકડ ન તથા રૂ. 10,000/ નો મોબાઈલ પરત કર્યો
કેશરીયા ના એક વ્યક્તિ નો બાઇક સ્લીપ ખાતા થયો હતો અકસ્માત
અકસ્માત માં બાઈકચલાક ને પહોંચી હતી ઇજાઓ
ઇજાગ્રસ્ત ને 108 ના પાઇલોટ અને ઇએમટી એ દર્દી નું પાકીટ મોબાઈલ પડી જતા 108 ઇ.એમ.ટી ને મળેલ તેના રોકડ રૂ. 8000/તથા એક 10.000/- નો મોબાઈલ દર્દી ના સબંધીને પરત કર્યો
લખતર ના 108 ના પાયલોટ અને ઇ. એમ.ટી એ પોતાની ફરજ ની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું

લખતર તાલુકા ના કેસરીયા ગામ ના વતની અમૃત ભાઇ ગોવિંદ ભાઈ છાસીયા પોતાનું બાઇક લઇને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લખતર હાઇવે પર આવેલ યોગીરાજ ગેસ્ટ હાઉસ પાસે પહોંચતા અચાનક બાઈક સ્લીપ ખાઇ જતાં બાઈક રોડ ના ડીવાઈડર સાથે જઇ અથડાયું હતું અને અમૃત ભાઈ ને માથા ના ભાગ માં ઇજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા.ત્યારે હાઇવે પરથી પસાર થતા લોકો દ્વારા ૧૦૮ ને જાણ કરાતા ૧૦૮ ના પાઇલોટ જયપાલ સિંહ તથા ઇ. એમ.ટી દાજી ભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.બેભાન પડેલ બાઈક ચાલક ને ૧૦૮ માં લઈને નીચે જોતા રોડ પર ઇજાગ્રસ્ત ના ૮૦૦૦ રૂપિયા રોકડા તથા એક મોબાઇલ નીચે પડેલ . તે ૧૦૮ ની ટીમ ને ધ્યાને આવતા તેઓ એ સાથે લઈ ઇજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં જઈ ઇજાગ્રસ્ત ના સબંધી નો કોન્ટેક્ટ કરી દર્દી ના આઠ હાજર રૂપિયા રોકડા અને દશ હજાર ની કિંમત નો મોબાઇલ પરત આપી ૧૦૮ ના પાઇલોટ જયપાલ સિંહ તથા ઇ. એમ.ટી દાજી ભાઈ દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
સુરેન્દ્રનગર