- બિન સીઝનમાં માવઠું થતા જનજીવન પ્રભાવિત
- માવઠાને લઈ વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો
છેલ્લા બે દિવસમાં રહયા કેટલાક ભાગોમાં વાતાવરણ માં બદલાવ સાથે વરસાદ ના આગમન અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જે બાદ બે દિવસ થી મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો કમૌષ્મી વરસાદ વરસી રહ્યો છે
હવામાનમાં બદલાવ સાથે ઠંડીની સિઝનમાં વરસાદી માવઠું થતા મહેસાણા જિલ્લા પંથકમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે કમૌષ્મી વરસાદને પગલે જનજીવન પણ અંશતઃ રીતે પ્રભાવિત થયું છે બીજી તરફ વરસાદની ઝરમર શરૂઆત વડનગર વીસનગર ઊંઝા સહિત પંથકમાં થતા રવિપાકોનું વાવેતર કરનાર ખેડૂતો પણ વધુ વરસાદ ન થાય માટે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.. આમ કમૌષ્મી વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે