ગોધરા:
મકરસંક્રાંતિ પર્વ ને હવે માત્ર ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે, લોકો મકરસંક્રાંતિ ના પર્વ ને પોતાના પરિવાર સાથે જુદા જુદા પ્રકારની પતંગો આકાશ માં ચડાવી, ડીજે ના તાલે નાચી ગાઇ ને મજા માણતા હોંય છે. પરંતુ જે સ્પેશ્યલ બાળકો છે, કે જેઓ ને, કુદરતે બોલવાની અને સાંભડવાની શક્તિ નથી આપી, તેવા બાળકો પણ મકરસંક્રાંતિ ની મજા માણી શકે તેવા ઉમદા હેતુ થી ગોધરા શહેર ના બામરોલી રોડ પર આવેલ ગાંધી સ્પેશિયલ બહેરા મૂંગા શાળા ખાતે શ્રી સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ તેમના ગ્રૂપ દ્વારા પતંગ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થા ના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો અને ટીમ મેમ્બરો એ સાથે મળી બહેરા, મૂંગા બાળકો સાથે પરિવાર ની જેમ, પતંગ ચડાવી, સાથે નાસ્તો કરી બીફોર માં મકરસંક્રાંતિ નો આનંદ માણ્યો.
આ સ્પેશ્યલ બાળકો પોતાની કુદરતી ખામીઓ ભૂલી અને સામાન્ય માણસ ની જેમ તહેવાર ની મજા માણી શકે તે હેતુથી, શ્રી સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા આ ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસરે 80 થી વધુ સ્પેશ્યલ બાળકોને પતંગ દોરી નું વિત્રણ કરી તેમની સાથે પરિવાર ની જેમ પતંગ મહોત્સવ અને ખોરાક ની મજા માણી હતી, ત્યારે બાળકો એ પણ ખૂબ આનંદિત થઈ પતંગો ચગાવી, એક બીજા સાથે પેચ લઈને મજા માણી હતી. તેમજ આવા ખાસ પ્રકાર ના કાર્યક્રમો ના આયોજન બદલ શાળા ના સંચાલકોએ પણ સંકલ્પ ગ્રૂપ ના કાર્યક્રમ ને બિરદાવી પ્રશંસા કરી હતી.