Home Trending Special સોસીયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિને મિત્ર બનવવા પડ્યા ભારે! ૨૮.૪૫ લાખ નો...

સોસીયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિને મિત્ર બનવવા પડ્યા ભારે! ૨૮.૪૫ લાખ નો લાગ્યો ચૂનો…

136
0

ગોધરા :

૨૧મી સદી તે ટેકનોલોજીનો યુગ છે ત્યારે વ્યક્તિ સામાજિક કરતા વધારે સોસીયલ મીડિયા પર લોકોના સંપર્ક પર રેહતા બન્યા છે. ત્યારે ભેજાબાજો ધ્વારા આજ સોસીયલ મીડિયા ના માધ્યમ થી અવાર નવાર લોકો સાથે છેતરપીંડી તથા વિશ્વાશઘાત ની ઘટનાઓ સામે આવતી હોઈ છે. આવીજ એક ઘટનાનો ભોગ હાલોલ નો એક પરિવાર બન્યો હતો જાણો શુ છે સમગ્ર ઘટના…. 

ગોધરા સાયબર ક્રાઇમ રેંજ પોલીસ દ્વારા ફેસબુક દ્વારા મિત્રતા કેળવીને ૨૮.૪૫ લાખની ઠગાઇ કરનાર પશ્ચિમ બંગાળના અને બિહાર રાજ્યના ચાર ઇસમોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.

 

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે રહેતા એક વ્યક્તિએ ગોધરા સાઇબર ક્રાઇમ પોલીસ મથકે અજાણ્યા ઇસમો દ્વારા ફેસબુકના માધ્યમથી ૨૮.૪૫ લાખની ઠગાઇ કરવામાં આવી હોવાની ફરિયાદ ગત ૨૧ ડીસેમ્બર ના રોજ નોંધાવી હતી, જેમાં તેઓ સાથે બનેલી ઘટના અંગે વિશ્રુત માહિતી આપતા જણાવ્યું હતું કે એક અજાણ્યા વ્યક્તિ ધ્વારા ફેસબુક આઈડી પરથી તેમને ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી, જે એકસેપ્ટ કર્યા બાદ તેઓનો ફોન નંબર મેળવીને જુદા-જુદા વિદેશના વોટ્સએપ નંબરથી ચેટ કર્યાં બાદ વિદેશથી ગિફ્ટ મોકલી હોવાની જણાવી એરપોર્ટ પરથી ગિફ્ટ છોડાવવાના બહાને અલગ-અલગ 9 જેટલા બેંક ખાતા મારફતે તેઓ સાથે કુલ રૂ ૨૮.૪૫ લાખ જમા કરાવડાવી ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાની ઉલ્લેખ સાથેની ફરિયાદ ગોધરા સાઈબર ક્રાઈમ વિભાગમાં નાધાવી હતી.

વ્યક્તિની મળેલી ફરિયાદના આધારે ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ અને ઈન્ટેલીજન્સ સીસ્ટમ ના ઉપયોગ થકી છેતરપીંડીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતા તેમજ મોબાઈલ નંબરની ઉંડાણ પૂર્વક તપાસ કરી ગુનામાં સંડોવાયેલા આરોપીઓ હરિયાણાના ગુરુગ્રામ ખાતે રહેતા હોવાનું શોધી કાઢ્યું હતું, ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુરુગ્રામ ખાતે જઈને મૂળ પશ્ચિમ બંગાળના શિખા રામેમાંગર તમાંગ, શબીના મનીષકુમાર તમાંગ, રજત કુમાર છેત્રી અને બિહારના રાજુ કુમાર પરમાત્મારામ નામના ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

હાલ ગોધરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત કરાયેલ ચારેય ઇસમો પૈકી ૨ પુરુષ આરોપીઓના ૫ દિવસના  રિમાન્ડ મેળવી અન્ય કોઈ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ સાથે ક્યાં ક્યાં ગુનાઓ તેમણે આચર્યા છે તે માટેની ઊંડાણ પૂર્વક ની તપાસ હાથ ધરવામાં આવી છે.  સાથેજ આ ઈસમો ધ્વારા ગોધરાના ભોગ બનેલ વ્યક્તિ પોસે થી પડાવેલા નાણા રીકવર કરવા માટેની  દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે ૨ પરપ્રાંતીય મહિલા આરોપીઓને જયુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુશાર પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આરોપીઓ નાઈઝીરીયાની એક ગેંગ સાથે સંપર્કમાં રહીને આ સમગ્ર રેકેટ ચલાવતા હોવાનું ચોકાવનાર જાણકારી બહાર આવી રહી છે અને ઝડપાયેલી ૨ પરપ્રાંતીય મહિલાઓના નામના બેંક ખાતાના નબરો આપી છેતરપીંડી આચરી મેળવેલા નાણા આ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરાવતા હતા. પોલીસે નાઈઝીરીયાની ગેંગ સુધી પહોંચવા માટે પણ વધુ તપાસ હાથ ધરી છે.

 

અહેવાલ : કંદર્પ પંડ્યા (ગોધરા)

Previous articleમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનાં અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ…
Next articleગુજરાતનું ગૌરવ:કચ્છની યુવતીએ જીત્યો મિસીસ ઈન્ડિયા 2021 નો તાજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here