જિલ્લામાં ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના સુશાસન દિન નિમિત્તે રૂા. ર૧૫૫.૩૩ લાખના ખર્ચે ૧૧૧૪ વિકાસ કામોનું ઇ-ખાતુમુહૂર્ત/લોકાપર્ણ….
ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં જાહેર થયેલ નવ સમરસ ગ્રામ પંચાયતોને સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ મળવાપાત્ર રૂા. ૫૦.૫૦ લાખની પ્રોત્સાહક રકમ જમા કરાવવામાં આવી
આણંદ ટાઉનહોલ ખાતે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના સુશાસન દિન
રાજયના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ તત્કાલિન મુખ્ય મંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્ય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર સમાજના ગરીબો-વંચિતો-શોષિતો સહિત તમામ વર્ગોનો સામાજિક-આર્થિક વિકાસ થાય તે માટે સરકાર ભગીરથ પ્રયાસો કરી રહી હોવાનું કહ્યું હતું.
આણંદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિનથી આરંભાયેલ સુશાસન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં બોલતાં મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સુશાસન એ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી મળતી વિકાય યાત્રાની સફળતા છે અને વિકાસ સિવાય કોઇ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહિ એ ગુજરાતનો ધ્યેય મંત્ર રહેલો હોવાનું જણાવ્યું હતું.પ્રજા માટે, પ્રજાના હિત માટે તથા પ્રજાલક્ષી શાસન હોવું જોઇએ તેવી સ્વ. અટલજીની ભાવના હતી આ ભાવનાને વડાપ્રધાન અને મુખ્ય મંત્રી સાકાર કરી રહ્યા હોવાનું ત્રિવેદીએ જણાવી મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને લોકહિત માટે રાજય સરકારે અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવી હોવાનું ઉમેર્યું હતું.
ત્રિવેદીએ ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક વિકાસ સાથે સંકળાયેલું વહીવટીતંત્ર એમ જણાવી મહેસુલ વિભાગ દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલ અનેક યોજનાઓનો ખ્યાલ આપી સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જયાં કાયદા કે નિયમથી જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સામાં કાયદાની રીતે બાધિત ન હોય તેવા સોગંદનામાની જરૂરિયાત રદ કરી સ્વઘોષણાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હોવાની જાણકારી આપી હતી.મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં બે દિવસ પહેલાં રાજય સરકારે ખેડૂતોના હિતમાં રાજયમાં જમીન રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્ત એક વર્ષ વધારીને એટલે કે ડિસેમ્બર-૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ નિર્ણયની જાણકારી આપી રાજયના એક પણ ખેડૂતને જમીન રીસર્વેમાં અન્યાય થશે નહીં તેની ખાત્રી આપી હતી. તેમણ વધુમાં રીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે ૪૦ હજારના લક્ષ્યાંક સામે ૩૮ હજાર અરજીઓનો નિકાલ અને ૬૪ હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં વધુ ૪૦ હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરવામાં આવશે તેમ કહ્યું હતું.ત્રિવેદીએ સરકારી કામકાજ અર્થે કચેરીઓમાં આવતાં અરજદારોને સાચી માહિતી અને જાણકારી આપી તેઓના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ આવે તે દિશામાં અધિકારીઓ-કર્મચારીઓને કામગીરી કરી નાગરિકોને સાચા અર્થમાં સુશાસનની પ્રતિતિ કરાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ગ્રામ વિકાસ વિભાગના સુશાસન દિવસ નિમિત્તે જિલ્લાને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, પશુપાલન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય વિભાગના મળી કુલ રૂા. ૨૧પપ.૨૩ લાખના ખર્ચના ૧૧૧૪ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ/ખાતુમુહૂર્ત કરીને જિલ્લાના નાગરિકોને વિકાસ કામોની ભેટ આપી હતી.આ પ્રસંગે મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાજેતરમાં રાજયમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી દરમિયાન આણંદ જિલ્લાની જાહેર થયેલ નવ (૯) સમરસ ગ્રામ પંચાયતોને રાજય સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજના અંતર્ગત મળવાપાત્ર થતી પ્રોત્સાહક યોજના હેઠળ રૂા. ૫૦.૫૦ લાખના નાણાં સીધા જમા કરાવી સમરસ થયેલ ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય) અંતર્ગત નવ લાભાર્થીઓને આવાસની પ્રતિકરૂપે ચાવી આપી આવાસોનું લોકાર્પણ તથા મત્સ્યપાલનના ત્રણ લાભાર્થીઓને રૂા. ૪.૫૦ લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
સાંસદ મિતેષભાઇ પટેલે પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીએ સુરાજયની જે વ્યાખ્યા કરી હતી તેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાઓ થકી લાભાર્થીઓને કોઇપણ વચેટિયાઓ વગર સીધા લાભો પહોંચાડીને સુશાસનની પરિકલ્પનાને સાકાર કરી હોવાનું જણાવ્યું હતું.સાંસદ મિતેશ પટેલે કેન્દ્ર-રાજય સરકારની તમામ યોજનાઓના લાભોથી વંચિત લાભાર્થીઓને લાભ મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવી હોવાનું જણાવી છેવાડાના વિસ્તારોમાં નાગરિકોને પાયની સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર-રાજય સરકારએ દીર્ઘ દ્રષ્ટિવાળા કાર્યો કર્યા હોવાનું ઉમેયું હતું. તેમણે વધુમાં સરકારએ વિકાસ કાર્યો થકી પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ પ્રસ્થાપિત કરીને દરેક વિસ્તારમાં સંગઠન, એકતા અને સૌહાર્દથી સમસ્યાઓનું સાથે મળીને નિવારણ લાવવામાં આવતું હોવાનું ઉમેર્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારએ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના અનેક કાર્યો અને સુશાસન થકી છેલ્લા ૨૫ વર્ષથી લોકો આપણા શાસનને ઉમળકાભેર આવકારી રહ્યા છે તેમ જણાવી કેન્દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્યાણની અનેક યોજનાઓ અમલી છે તેનો લાભ ગ્રામજનોને મળે તથા ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા કામો કરવા જણાવ્યું હતું.
પ્રારંભમાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી સુશાસન સપ્તાહની વિગતવાર જાણકારી આપી છેવાડાના માનવીનો સામુહિક-સાર્વત્રિક અને સર્વાંગી વિકાસ થાય તે દિશામાં રાજય સરકાર દ્વારા યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો હોવાનું કહ્યું હતું. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ભા.જ.પ. પ્રમુખ વિપુલભાઇ પટેલ, આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ અંજનાબેન પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદિપભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય જયંતસિંહ ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઇ, પ્રાંત અધિકારી જે.સી.દલાલ, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, સમરસ ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા-તાલુકા અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી ધ્વારા કરાયેલા કાર્યો ની યાદી…
- રાજ્યમાં રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવાઈ…
- રીસર્વેમાં એક પણ ખેડૂતને અન્યાય થશે નહીં…
- રીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે ૪૦ હજારના લક્ષ્યાંક સામે ૩૮ હજાર અરજીઓનો નિકાલ અને ૬૪ હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ…
- આગામી સમયમાં વધુ ૪૦ હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરાશે….
- વિકાસ સિવાય કોઇ વાત નહીં અને વિકાસમાં વિવાદ નહીં એ ગુજરાતનો મંત્ર છે……
- ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક સાથે સંકળાયેલું વહીવટીતંત્ર…….