આણંદ –
આણંદના સાંસદ મિતેષભાઇ પટેલે ગુજરાતને કુળ અને દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ મળ્યું છે. ગુજરાતના તત્કાલિન મુખ્ય મંત્રી અને હાલ દેશના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દરેક સમાજ આગળ આવે અને શિક્ષિત બને તે માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને છેવાડાના માનવી સુધી પહોંચાડીને તેઓનો વિકાસ કરવા માટે કટિબધ્ધ હોવાનું કહ્યું હતું.
આણંદ ખાતે નગરપાલિકા ટાઉનહોલ ખાતે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ અને પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ તા. ૨પ મી ડિસેમ્બરથી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઉજવણીના પાંચમા દિવસે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ સંલગ્ન વિવિધ કચેરીઓ અને નિગમો દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન-સામગ્રી અને સહાય/લોનનું વિતરણ કરતાં સાંસદ મિતેષભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સુશાસન થકી છેવાડાના લોકોને અવિરત વિકાસના લાભ આપવા તથા રાજયના નાગરિકોના જનકલ્યાણ માટે પ્રતિબધ્ધ હોવાની સાથે પ્રજાજનોની આશા-અપેક્ષા અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા પ્રતિબધ્ધ હોવાનું જણાવી સમાજના તમામ વર્ગોને સુશાસનની પ્રતિતિ થાય તે માટે તેઓને મળતાં તમામ લાભો પહોંચાડવાની નેમ વ્યકત કરી હતી.
પટેલે ગરીબો-શોષિતો-વંચિતો અને ગામડાંઓના પ્રશ્ન હલ કરીને સુશાસનની પ્રતિતિ કરાવવાની સાથે ગુડ ગવર્નન્સને પ્રધાન્ય આપી રહી છે. સમાજના તમામ વર્ગોનો સામાજિક-આર્થિક વિકાસ થવાની સાથે સર્વાંગી અને સર્વ સમાવેશક વિકાસ થાય તે માટે કેન્દ્ર-રાજય સરકાર અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ત્યારે તેનો લાભ લેવાની અપીલ કરી હતી.
તેમણે વધુમાં કેન્દ્ર-રાજય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓ માત્ર કાગળ પર ન રહેતા યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી કોઇપણ વચેટિયાઓ વગર સીધેસીધા લાભાર્થીના હાથમાં પહોંચે તેની કાળજી રાખીને લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે. તેની સાથે કોઇપણ સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહી અને કોઇ ખોટો લાભાર્થી ખોટો લાભ લઇ ન જાય તેની પણ કાળજી રાખીને લાભાર્થીને મળતા લાભો સીધા ડી.બી.ટી. મારફતે તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ઉભી કરીને નાગરિકોને સુશાસનની પ્રતિતિ કરાવી હોવાનું જણાવ્યું હતું.
સાંસદ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકો માટે તૈયાર કરવામાં આવેલ એપ્લીકેશનનો લાભ લેવા તથા કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાઓનો જરૂરતમંદ લાભાર્થીઓને લાભ લેવાનું જણાવી આજે જે લાભાર્થીઓ મળવાપાત્ર લાભથી લાભાન્વિત થયા છે તેઓનું જીવનધોરણ ઊંચું આવવાની સાથે તેઓ સામાજિક અને આર્થિક રીતે પ્રગતિના શીખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ સંલગ્ન કચેરીઓ તથા નિગમો દ્વારા વિવિધ યોજનાઓના જિલ્લાના ૪૭૦ લાભાર્થીઓને રૂા. ૫૦૪.૬૯ લાખની સાધન-સામગ્રી, સહાય/લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાંસદ મિતેષ પટેલએ હાલ સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ ના નવા ઓમીક્રોન વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે તેનાથી બચવા માટે કેન્દ્ર-રાજય સરકાર દ્વારા અવાર-નવાર બહાર પાડવામાં આવતી ગાઇડલાઇનનું અને ફરજિયાત માસ્ક પહેરીને જ બહાર નીકળવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા નાગરિકોને અપીલ કરી હતી.
આજે જે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું તતેમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ૧૧ લાભાર્થીઓને રૂા. ૩૭.રર લાખ. જિલ્લા પંચાયતની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ૩૦ લાભાર્થીઓને રૂા. ૮.પ૦ લાખ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) કચેરી દક્ષ્વારા ૯૧ લાભાર્થીઓને રૂા. ૪૦.૭૦ લાખ બાળ લગ્ન પ્રતિબંધક સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ૮પ લાભાર્થીઓને રૂા. ર.૦૦ લાખ અને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ આવતા જુદા જુદા નિગમોની વિવિધ યોજનાઓ હેઠળના રપ૩ લાભાર્થીઓને રૂા. ૪૧૬.ર૭ લાખનો સમાવેશ થાય છે.
આજે જે સાધન-સહાય/લોન વિતરણ કરવામાં આવ્યું તેમાં કુંવરબાઇનું મામેરૂં, ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન, વિદેશ અભ્યાસ લોન સહાય, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન, દિવ્યાંગ સાધન-સહાય, સંત સુરદાસ યોજના અને આઇજીએનડીપીએસ પેન્શન યોજના, દિવ્યાંગ પાસ યોજના, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ ઇલેકટ્રીક સ્કુટર યોજના, દૂધાળા જાનવર સહાય, પશુપાલન સહાય, જનરલ પ્રોવીઝન સ્ટોર, માઇક્રો ફાયનાન્સ, ટર્મ લોન, ડિઝલ મશીન લોડીંગ સાયકલ, મહિલા સમૃધ્ધિ યોજના, પેસેન્જર વાન, ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના જેવી યોજનાઓના લાભોથી લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે.
પ્રારંભમાં જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકારી રાજય સરકારએ વિકાસના નવા આયામો રચીને ગરીબો-વંચિતો-શોષિતો અને ગામડાંઓના પ્રશ્નો હલ કરીને પ્રજાજનોને સુશાસનની પ્રતિતિ કરાવી હોવાનું જણાવી સમાજના દરેક સમુહ અને વિસ્તારનો સતત વિકાસ થતો રહે તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી હોવાનું કહ્યું હતું. અંતમાં નાયબ નિયામક એ. કે. શેખએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા રૂા. આઠ લાખની લોન/સહાય મેળવી પેસેન્જર વાન લાવીને જીવનધોરણ ઊંચું લાવનાર લાભાર્થી વાઘેલા પ્રવિણભાઇ, દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવનાર ગુલાબસિંહ ચૌહાણ અને પંડિત દિન દયાલ આવાસ યોજના લાભાર્થી દક્ષાબેન મહિડાએ રાજય સરકારની યોજનાથી મળેલ લાભથી પોતાને થયેલ લાભની વિગતો આપી રાજય સરકાર પ્રતિ આભારની લાગણી વ્યકત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન ઝાલા, આણંદ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય અધિકારીતા સમિતિના અધ્યક્ષ જયેશભાઇ, મહિલા અગ્રણી આશાબેન દલાલ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.