મહેસાણા : ૫ જાન્યુઆરી
મહેસાણા જિલ્લામાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વકરતો જઈ રહ્યો છે તેવામાં જિલ્લા પોલીસ વડાના આદેશથી મહેસાણા SOG પોલીસની ટીમે જિલ્લામાં વિવિધ જગ્યાએ તપાસ શરૂ કરતાં વિસનગર શહેરના મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોનો વેપાર થતો હોવાની બાતમી મળતા SOGની ટીમે વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં દરોડા પાડતા રજીયાબાનું નામની મહિલા પાસે થી 3.04 લાખની કિંમતનો 30.490 કી.ગ્રા. જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
3.07 લાખનો મુદ્દામાલ જોત કરી મહિલાને કસ્ટડીમાં લેવાઈ
વિસનગર શહેર ટાઉન પોલીસ નિંદ્રાધીન રહી ત્યાં મહેસાણા જિલ્લા SOGની ટીમે વિસનગર શહેર પોલીસ મથક વિસ્તાર માંથી મસમોટો ગાંજાનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. SOG દ્વારા સ્થળ પર થી મળી આવેલ નશીલા ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન સહિત કુલ 3.07 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી રજીયાબાનું અને તેના સાથી વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મહિલા આરોપીની ધરપકડ , રાજુ નામના ફરાર આરોપીની શોધખોળ
વિસનગરમાં નશાનો કાળો કારોબાર કરતા ઈસમો સામે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં મહિલા આરોપી રજીયાબાનુંની ધરપકડ કરાઈ છે જોકે આ કાળા કારોબારમાં રાજુ નામનો મુખ્ય સૂત્રદ્ધાર SOG ટીમને હાથ નથી લાગ્યો જેની હાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે…