આજરોજ વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વલ્લભ વિદ્યાનગર નગર પાલિકા દ્વારા જે L E D લાઈટો ની ખરીદી કરવામાં આવી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવી વાત વલ્લભ વિદ્યાનગર નગર માં ચર્ચા નો વિષય બન્યો છે જ્યારે કોંગ્રેસ ને આ વાત ધ્યાને આવી કોંગ્રેસ દ્વારા આ વાત ધ્યાને આવતા પ્રાથમિક માહિતી લેતા ધ્યાને આવ્યું છે કે L E D લાઈટો જે ખરીદવામાં આવી છે તે ટેન્ડર પ્રક્રિયામાં જે ગેરરીતિ કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે જે લાઈટો ખરીદી કરવામાં આવી છે તે કંપનીની જે M R P કિંમત હોય છે તેના કરતાં વધારે પૈસા આ લાઇટોના ચૂકવા માં આવ્યા છે અને તે ગેરકાયદેસર અને ગુનાહિત કૃત્ય બને છે અને પ્રજા ના પરસેવાના ટેક્સ ના પૈસાનું ખોટી રીતે વ્યય થય રહ્યો છે અને સરકારી તિજોરીને નુકશાન વલ્લભ વિદ્યાનગર નગરપાલિકા ના સત્તા ધિસો સત્તા ના નશા માં બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમને પાસે આજ રોજ કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે કે જો આ ગેરરીતિની તપાસ નિષ્પક્ષ કરવામાં નહિ આવે અને આ બાબત ની સાચી માહિતી આપવામાં નહિ આવે તો વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાનગર ના નાગરિકો સાથે લઈ ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે . તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકાર ની રહેશે.
આ કાર્યક્રમ માં વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમતિના ના પ્રમુખશ્રી ફકીરભાઈ મકવાણા , આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ મીડિયા સેલ ના પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ ચાવડા , યુથ કોંગ્રેસ ના નેશનલ સચિવ ડૉ પલક વર્મા, આણંદ નગર પાલીકા ના કાઉન્સિલર ઈકબાલભાઈ મલેક , આણંદ જીલ્લા કોંગ્રેસ મીડિયા સેલ ના પ્રમુખ વિજય જોશી , આણંદ શહેર સોશિયલ મીડિયા ના પ્રમુખ અકુબ ગોહેલ , સામજિક કાર્યકર મિથલેશભાઈ અમીન, અમિતભાઈ રબારી , સી.કે ભાઈ , સારદ બેન , જી જી પટેલ , અસલમ વોહરા , ફિરોઝખાન પઠાણ , લાલભાઈ પટેલ તથા કોંગ્રેસ ના કાર્યકર્તા હાજર રહ્યા હતા.