વિદ્યાની નગરી એવા વિદ્યાનગરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વચ્ચે જન્મ દિવસ નિમિત્તે વધેલી કેક ગરીબને આપી દેવા જેવા મુદ્દે બે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો, આ અંગે પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધ્યો હતો.
કરમસદની પુનીત પુરૂષોત્તમ પાર્ક સોસાયટીમાં રહેતો મીહીર ઘનશ્યામભાઈ પટેલ બીજેવીએમ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરે છે. દરમિયાન 22મી ડિસેમ્બર,21ના રોજ મીહીરનો પુત્ર ચીરાગ રાવળની વર્ષગાંઠ હોવાથી બધા મિત્રો ભેગા મળી ઉજવણી કરતાં હતાં. આ સમયે વધેલી કેકનો બગાડ કરવાના બદલે તેને ગરીબ બાળકોને આપવા મીહીર પટેલે સલાહ આપી હતી. જોકે, આ સમયે ત્યાં હાજર મયુર મહીડાએ વિરોધ કરતાં બોલાચાલી થઇ હતી. જોકે, મામલો તે સમયે થાળે પડ્યો હતો.
(પ્રતીકાત્મક તસ્વીર)
મહત્વનું છે કે મીહીર ઘરે પહોંચ્યો બાદમાં કૃણાલ ચૌહાણ, યશ બારોટ, ભાવેશ ભરવાડ અવાર નવાર ફોન કરી સમાધાન કરવા દબાણ કરતાં હતાં. જોકે મીહીરે મચક ન આપતાં 24મી ડિસેમ્બર,21ના રોજ સાંજના ફરી કૃણાલનો ભાઇ કૃષણના ફોન આવેલો અને જણાવેલ કે ઝઘડાનું સમાધાન કરવાનું છે.જેથી વિદ્યાનગર ટર્મીનલ ચોકડી પાસે આવો તેવું જણાવતાં મીહીર તેના ભાઈ સાથે ટર્મીનલ ચોકડી પાસે આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે અહીં કૃણાલ ચૌહાણ, યશ બારોટ, ભાવેશ ભરવાડ તથા ગોપાલ ભરવાડ હાજર હતા જેઓ ચારેયે સમાધાનની વાત કરતા હતા. જોકે, સમાધાનની ના પાડતાં ઉશ્કેરાઇ ગયા હતા અને ભાવેશ ભરવાડે લાકડાનો દંડાથી હુમલો કર્યો હતો. બાકીના ત્રણેયે ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં. આ અંગે મીહીર પટેલે કૃણાલ, યશ બારોટ, ભાવેશ ભરવાડ અને ગોપાલ ભરવાડ સામે ફરિયાદ આપતા વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલ્લભ વિદ્યાનગર, આણંદ