Home Trending Special વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૦ મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક...

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રનો ૨૨૦ મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો….

68
0

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ૨૨૦ માં સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૭:૦૦ થૈ સાંજના ૭:૦૦ સુધી અખંડધૂનનું આયોજન કરવામાં આવેલ હતું.

ગુરુવારે સવારે સ્વામિનારાયણ મહામંત્રનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂ.શા.નૌતમપ્રકાશદાસજી, પૂ.બ્રહ્મસ્વરૂપ સ્વામી, પૂ.ભાઈ સ્વામી, પૂ.ગોવિંદ સ્વામી, પૂ.મુનીવલ્લભ સ્વામી, પૂ.શ્રીવલ્લભ સ્વામી વગેરે સંતોનાં હસ્તે ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ પડક્ષરી મહામંત્ર અને મંત્રપોથીનું પૂજન કરવામાં આવ્યું હતું. સંતોનાં હસ્તે મહામંત્રનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજી, મહામંત્ર અને મંત્રપોથીની આરતી ઉતારવામાં આવી હતી. પૂ.નૌતમ સ્વામીએ મહામંત્ર પ્રાગટ્યનો ઈતિહાસ વર્ણવ્યો હતો.

વડતાલ સ્વા.મંદિરમાં તા.૧૮/૧૧/૨૦૧૫ થી ઓનલાઈન સ્વામિનારાયણ મહામંત્ર લખવાની પ્રારંભ થયો હતો. આજદિન સુધીમાં ૩૦૯૫ હરિભક્તો દ્વારા કુલ ૩,૨૩,૬૮, ૧૩૭ (ત્રણ કરોડ તેવીસ લાખ અડસઠ હજાર એક સૌ સાડત્રીસ ) મંત્ર લેખન થયાં છે. જ્યારે મંત્રોથી દ્વારા સને ૨૦૦૬ થી ૨૦૨૧ દરમ્યાન ૩૦,૭૯૬ મંત્રપોથીમાં કુલ ૩૭,૪૨,૨૦,૦૦૦ (સાડત્રીસ કરોડ ખેતાલીસ લાખ વીસ હજાર) મંત્રોનું લેખન થયું છે. આ ઉપરાંત વડતાલ સ્વા.મંદિરમાં તા.૭ ઓક્ટોમ્બર ૨૦૦૬ થી અખંડધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને ૧૫ વર્ષ ૨ મહિના અને ૨૩ દિવસ થયા છે. (અખંડધૂનનાં ૧,૩૩,૫૧૨ કલાકથી અખંડધૂન ચાલી રહી છે.)

સ્વામિનારાયણ મહામંત્રનો કેટલો મોટો પ્રભાવ છે તે વર્ણવતા સ.ગુ.પ્રેમાનંદ સ્વામી કહે છે કે, આ મંત્રનો જાપતથા જેનું શ્રવણ કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિ જાય છે અને ભવોભવનાં બંધનો તુટી જાય છે અને સુખનો અનુભવ થાય છે. સ્વામિનારાયણ મહામંત્રની ઉપાસનાથી અનેક જીવોનાં થયા છે. ઉધ્ધાર થયો છે. સહજાનંદ સ્વામીએ ફરેણી ગામમાં ૨૨૦ પહેલા માગશર વદી એકાદશીનાં દિવસે સ્વામિનારાયણ મહામંત્રની રચના કરી હતી. અને સર્વજીવોનાં હિતાર્થે આપ્યો હતો.

ગુરૂવાર એકાદશીનાં શુભદિને હજારો હરિભક્તો દ્વારા મહામંત્રનો અભિષેક કરી ધન્યતાં અનુભવી હતી. સમગ્ર ઉત્સવનું આયોજન ચેરમેન તથા મુખ્ય કોઠારી ડૉ.સંત સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર વ્યવસ્થા પૂ.શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી.

Previous articleઆણંદ જીલ્લા માં અંદાજીત ૮૨૦૦૦ જેટલા બાળકો માટે વેક્સીન અભિયાનનો થશે પ્રારંભ…..
Next articleNCPના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી ની દીકરી ક્રિશ્નાના લગ્ન માં શરદ પવાર એ આપી હાજરી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here