વિદ્યાનગર : ૪ જાન્યુઆરી
રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદ અને ભાઇકાકા ગ્રંથાલય, સ.પ. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે લુઇસ બ્રેઇલની જન્મજયંતિ નિમિત્તે તારીખ ૦૪-૦૧-૨૦૨૨, મંગળવારના રોજ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે “કીબો ડિવાઇસ” ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભાઇકાકા ગ્રંથાલય ખાતે આયોજન.
રાષ્ટ્રીય અંધજન મંડળ, અણંદના અંદાજિત ૬૫ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઉક્ત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શિરીષ કુલકર્ણી અને કા.કુલસચિવ ડૉ. જ્યોતિબેન તિવારી, ગ્રંથાલયના ગ્રંથપાલ ડૉ. શિશિર માંડલીયા તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, ટ્રસ્ટી રાધાબેન પટેલ, બ્રહ્માકુમારી કિંજલબેન ઉપસ્થિત રહીને દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઓરિએન્ટેશન કાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. માટે કુલપતિ પ્રો. શિરીષ કુલકર્ણીનું ડૉ. શિશિર માંડલીયાના હસ્તે ફૂલ અર્પણથી સ્વાગત કરાયું. કા.કુલસચિવ ડૉ.જ્યોતિબેન તિવારીનું ગીતાબેન સોલંકીના હસ્તે, રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલનું વિપુલ ઇનામદારના હસ્તે, પ્રજ્ઞાસક્ષુ રાધાબેન પટેલનું હાર્દિકભાઇ શાહના હસ્તે, બ્રહ્માકુમારી કિંજલબેનનું નયનાબેન પટેલના હસ્તે ફૂલહારથી સ્વાગત કરાયું.
રાષ્ટ્રીય અંધજન મંડળ, આણંદના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે ટૂંકમાં પરિચય આપ્યો. કુલપતિ ડૉ.શિરિષ કુલકર્ણી સાહેબે મંડળના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને ગ્રંથાલયની સેવાઓનો લાભ લેવા સંબોધિત કર્યા. કુલસચિવ જયોતિબેન તિવારીએ પણ વિદ્યાર્થીઓને અભિપ્રેરિત કર્યા, બ્રહ્માકુમારી કિંજલબેન દ્વારા ભાઇકાકા ગ્રંથાલયને બેઈલ લિપિમાં લિખિત ત્રણ પુસ્તકોની ભેટ આપી.
ભાઇકાકા ગ્રંથાલયના ગ્રંથપાલ પ્રો શિશિર માંડલીયાએ કીબો મશીન અંગેની માહિતી તેમજ તેના ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ-નિદર્શન આપ્યું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગ્રંથાલયના ટેક્નિકલ આસિસ્ટન્ટ વિપુલ ઇનામદાર દ્વારા કરવામાં આવ્યું.