એકતરફ પ્રેમીકાના ઘરે લગ્નની શરણાઈઓ વાગતી હોય ત્યાં પ્રેમી ફિલ્મી સ્ટાઈલમાં પ્રેમીકાને ભગાડી જઈ તેને દોઢ લાખમાં અન્ય સાથે પરણાવી દેતા પ્રેમીકાના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. જો કે પ્રેમમાં પાગલ પ્રેમીકા પતિને છોડીને પરત પ્રેમી પાસે આવી જતા પ્રેમીએ દગો કરી ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી.

ખેડાના હૈજરાબાદમાં રહેતી યુવતીને પરિણીત પ્રેમીએ ભગાડી જઈ ધરમાં ગોંધી રાખી હતી. બીજી તરફ યુવતી ગુમ થઈ જતા માતા – પિતાએ માતર પોલીસ મથકે અરજી આપી હતી. જેથી યુવક યુવતીને લઈ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. જો કે ત્યાં યુવતીએ માતા પિતા સાથે નહીં જઈ પ્રેમી સાથે જવાની ઈચ્છા વ્યક્તકરી હતી. પ્રેમીએ તેને એક મહિનો રાખી હતી. જ્યાં પ્રેમીએ પોતાની સાસુ સાથે મળી યુવતીના મહેમદાવાદ તાલુકાના એક ગામમાં રહેતા ઈસમ સાથે દોઢ લાખનો સોદો કરી પ્રેમીકાને તેની સાથે પરણાવી દીધી હતી. જો કે પ્રેમીકા પરત પ્રેમી પાસે પહોંચી ગઈ હતી. પ્રેમીએ પ્રેમીકા સાથે શારીરિક સંબંધ રાખી છ મહિના પોતાની પાસે રાખી હતી. બાદમાં પ્રેમીકાને ગર્ભ રહેતા તેને ફરવાલઈ જવાનું કહી ખેડા બસ સ્ટેન્ડ પર તરછોડી નાસી ગયો હતો, ફોન પણ બંધ કરી દેતા આખરે સાડા ચાર માસનો ગર્ભ ધરાવતી પ્રેમીકાએ અભયમ ૧૮૧ પાસે મદદ માંગી હતી. રીટાબેન ભગત સહિતની ટીમે સ્થળ પર પહોંચતા યુવતીએ સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી હતી.
પ્રેમીએ ગર્ભવતી બનાવી તરછોડી, પરિવાર સમાજને લઈ અસમંજસમાંપ હૈજરાબાદમાંરહેતી ૨૧ વર્ષીય યુવતીની સગાઈ બોરસદ તાલુકાના એક ગામમાં થઈ હતી. જો કે યુવતીને તેના જ ગામના પરિણીત અને બે બાળકોના પિતા સાથે પ્રેમ થઈ જતા બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. યુવતીના લગ્નને બે જ દિવસ બાકી હોઈ,ઘરમાં લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હોય તે દરમિયાન યુવક પ્રેમીકાને ફરવા લઈ જવાનું કહી ભગાડી ગયો હતો, તેને અન્યને પરણાવી, બાદમાં તેના સાથે સંબંધ રાખી ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી, બીજી તરફ યુવતીના માસાએ યુવતીના પગલાંથી સમાજમાં તેમની ખુબ બદનામી થઈ હતી. જેથી આ મામલે બે ત્રણ દિવસનો વિચાર કર્યા બાદ કોઈ નિર્ણય કરીશું તેમ કહેતા આખરે અભયમે ગર્ભવતી યુવતીને સહી સલામત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી.