દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૬૯ કે સામે આવ્યા રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા.
કોરોના ની ત્રીજી લહેર ના સંકેત…..
રાજ્યમાં દિન પ્રતિદિન કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે લાંબા સમય બાદ આજે પુનઃ રાજ્યમાં કોરોના ના કેસો હજારને પાર થતા રાજ્યમાં ચિંતામા વધારો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી 559 વધુ કેસ નોંધાયા છે ત્યારે મહાનગરો બાદ આણંદ અને ખેડા જિલ્લામાં 39-39 કેસો સામે આવ્યા છે.
ગુજરાતમાં આજે ઓમિક્રોનના 23 નવા કેસ નોંધાયા…
રાજ્યમાં ઓમીક્રોનના પણ કેસોમાં પણ ચિંતા જનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા. સુરતમાં 4, આણંદમાં 2, વડોદરા શહેરમાં 2, કચ્છમાં 2, ખેડામાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે નવા ઓમીક્રોનના 23 કેસો નોંધાયા છે ત્યારે અત્યાર સુધીમાં કુલ ૧૩૪ કેસ સામે આવી ચૂક્યા છે ત્યારે સારી વાત એ પણ છે કે 65 જેટલા દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે.
રાજ્ય માં કોરોનાના 3927 એક્ટિવ કેસ 3916 સ્થિર 11 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8,32,801ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,119 છે. તેમજ અત્યાર સુધીમાં 8,18,755 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3927 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 3916 દર્દીની હાલત સ્થિર છે.
જીલ્લા પ્રમાણે યાદી જોવા અહી ક્લિક કરો..